તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મક્કમ મનોબળ:વાંકલ કોવિડ સેન્ટરમાં 17 દિવસની સારવાર બાદ 86 વર્ષની વૃદ્ધા સ્વસ્થ

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લિંબાડા ગામ ના વૃદ્ધા બજીબેન - Divya Bhaskar
લિંબાડા ગામ ના વૃદ્ધા બજીબેન

માંગરોળ તાલુકાના વાંકલ ગામે શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં 17 દિવસની સંપૂર્ણ ટ્રીટમેન્ટ લીધા બાદ 86 વર્ષીય વૃદ્ધા સ્વસ્થ તંદુરસ્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા.

માંગરોળ તાલુકાના લીંબાડા ગામના બજીબેન અમરસિંહ ખેર નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા વાંકલ ખાતેના કોવિડ કેર સેન્ટર માં સારવાર માટે લવાયા હતા જેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું હતું છતાં કોવિડ કેર સેન્ટરના ડોક્ટર સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ ના સફળ પ્રયાસથી 17 દિવસની સારવાર બાદ સંપૂર્ણ રીતે મહિલા બજીબેન સ્વસ્થ સાજા થઇ પોતાના ઘરે પરત ફર્યા છે. મહિલાના પરિવારજનો દ્વારા કોવિડ કેરના ડોક્ટર મેગલ, ડૉ.રોહન, ડૉ.હિરલ તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...