તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ-તાપી લિંક પાઇપલાઇન ઉદૃવહન સિંચાઇ યોજના:711 કરોડની સિંચાઇ યોજનાથી ઉમરપાડાના 51 સહિત 73 ગામો હરિયાળા થશે : સીએમ

વાંકલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
માસ્ક પહેરેલા આમંત્રિતો વચ્ચે 6 ફૂટના અંતર સાથે યોજાયો કાર્યક્રમ - Divya Bhaskar
માસ્ક પહેરેલા આમંત્રિતો વચ્ચે 6 ફૂટના અંતર સાથે યોજાયો કાર્યક્રમ
 • ઉમરપાડામાં કરજણ-તાપી લિંક પાઇપલાઇન ઉદૃવહન સિંચાઇ યોજનાનું સીએમના હસ્તે ખાતમુર્હૂત

ઉમરપાડા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂા. 711 કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કરી, આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે. તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી. તેમણે રૂા.50 કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કૂલનું પણ ઇ-ભુમિપુજન કર્યું હતું. સિંચાઇ યોજના દ્વારા ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના 73 ગામોની 53700 એકર જમીનને સિંચાઇની સવલત મળશે.

સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર આદિવાસી ક્ષેત્રનો સર્વાનોમુખી વિકાસ માટે રૂા.3700 કરોડના ખર્ચે 10 જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. જેના દ્વારા આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખુલશે. સરકારના નિર્ણયની પ્રતિબદ્વતા વ્યકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જગતનો તાત ખરા અર્થમાં તાત બની, સમૃદ્વિ તરફ પ્રયાણ કરે તેવો આશય રાજય સરકારનો રહેલો છે. પાણીએ વિકાસની પ્રાથિમકતા છે. પાણીદાર ગુજરાત બને એ માટે સુજલામ સુફલામ, સૌની યોજના સહિત યોજનાઓ વડે જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજય સરકારે કરી છે.

આદિવાસી સમાજનો ઇતિહાસ બલિદાન અને સમર્પણનો રહ્યો છે. દેશની આઝાદી માટે તેમના બલિદાનોને સરકારે કયારેય ભુલશે નહી. આદિવાસીઓ ખડતલ અને મહેનતું છે. આદિવાસી ક્ષેત્રના યુવાનોમાં સમર્પણ અને દેશભાવના કેળવાઇ તેવા આશય સાથે ઉમરપાડા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે. સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ ડીફેન્સ એકેડમીમાં જોડાઇ અને ગુજરાત રેજીમેન્ટ બને તેવા રાજય સરકારના પ્રયાસો રહેશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી, એજયુકેશન ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજ-રાજય-રાષ્ટ્રના નિર્માણમાં અનેક પડકારો ઝીલી યુવાનોને કૌશલ્યબદ્વ સક્ષમ બનાવવા છે. ગુજરાતમાં વિશ્વ સ્તરીની યુનિવર્સીટીઓ બની છે. ગુજરાતમાં 10 યુનિવર્સિટીઓ હતી, હવે 70 યુનિર્વિસટીઓ છે.

કોરોનાકાળમાં રાજયની વિકાસયાત્રાને દોહરાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકહિતના કાર્યોને સરકારે કયારેય અટકવા દીધા નથી. છેલ્લા ચાર માસમાં રૂા.17 હજાર કરોડના વિકાસકાર્યો અવિરત રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકારે કરેલા પ્રયાસોને ICMRએ પ્રશંસા કરી છે. આ પ્રસંગે વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી મૈયાના પવિત્ર નીરથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના હજારો ખેડૂતોની જમીન ઉપજાઉ બનશે, ખેતરોમાં અનેકવિધો પાકો થકી સમૃદ્ધિની છોળો ઉડશે એમ જણાવી કાકરાપાર ગોડધા વડ ઉદ્દવહન સિંચાઈ યોજના પણ પૂર્ણતાના આરે હોવાનું ઉમેર્યું હતું.

સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા આદિજાતિ નાગરિકો અને ખેડૂતો માટે સકારાત્મક રહી છે. આ વિસ્તારના વિકાસપુરુષ મંત્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસોથી શિક્ષણ ક્ષેત્રમાં પણ ઉમરપાડા, માંગરોળ, માંડવી તાલુકામાં ઉમદા કાર્યો સાકાર થયા છે. આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ સુવિધા મળવાથી વર્ષમાં અનેકવિધ પાકો, શાકભાજી, ફળફળાદિનું ઉત્પાદન શક્ય બનશે. પરિણામે ખેડૂતોના સર્વાંગી વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે એમ વસાવાએ ઉમેર્યું હતું.

સાંસદ મનસુખભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના ગામો ઊંચાઈમાં હોવાથી બમણો વરસાદ થવાં છતાં પણ શિયાળુ અને ઉનાળુ પાકો લેવા માટે પાણી વિના ખેડૂતો તરસતાં હતા. ઉચ્ચ ઇજનેરી કૌશલ્ય વડે પાણીને લિફ્ટ કરી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલાશે.

માસ્ક પહેરેલા આમંત્રિતો વચ્ચે 6 ફૂટના અંતર સાથે યોજાયો કાર્યક્રમ
મહામારી સમયે યોજાતા સરકારી બિનસરકારી કાર્યક્રમોમાં મહત્તમ અંશે કોવિડ.19 નિયમોના ભંગ ની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ઉમરપાડા તાલુકા મથક ખાતે યોજાયેલા સિંચાઇ યોજનાના ખાતમુર્હૂતમાંમાં 300 જેટલા લોકોની હાજરીમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવાય તેવી રીતે છ ફૂટનું અંતર તેમજ માસ્કર અને સેનેટાઇઝરની વ્યવસ્થા સાથે યોજાયો હતો.

સૈનિક સ્કૂલમાં આદિવાસી છાત્રો ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે
ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ નવયુવાનો વધુ લશ્કરમાં જોડાઈ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે એવા હેતુથી દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર સૈનિક સ્કૂલ વાડી ખાતે મંજૂર થઇ છે. સૈનિક સ્કૂલ વર્ષ 2017 -18 માં મંજૂર કરી હતી. સૈનિક સ્કૂલ નવા નિર્માણ થનાર બિલ્ડીંગમાં 700 વિદ્યાર્થીઓ માટે શાળા, હોસ્ટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્ટાફ કવાટસૅ, ભોજનાલયની સુવિધા ઉપલબ્ધ થશે.

સિંચાઇથી વંચિત રહેલી 53700 એકર જમીનને પાણી મળશે
આ યોજનાને થકી સિંચાઇથી વંચિત ઉમરપાડાના 51 અને ડેડીયાપાડા 22 સહિત કુલ 73 ગામોની 53700 એકર જમીન નવ પલ્લવિત થશે. બીજી તરફ કરજણ ડેમ અને સરદાર સરોવર જેવી મોટી યોજના હોવા છતાં નદીઓની વચ્ચેનો વિસ્તાર સિંચાઈના પાણીથી વંચિત હતો જેને આ યોજનામાં સમાવી લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો