તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સટવાણના 70 યુવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં ગામના 70 લોકોને વેક્સિંગ નો પ્રથમ ડોઝ અપાયો હતો. ઉમરપાડા ગામ વિસ્તારમાં કોરોના વિરોધી વેક્સિન લેવા અંગે લોકોમાં કેટલીક ગેરસમજ હોવાને કારણે લોકો વેક્સિનેશન થી દૂર રહે છે આ ગેરસમજ દૂર કરવા માટે આરોગ્ય વિભાગ તેમજ સરકારી તંત્ર દ્વારા સ્થાનિક યુવાનો ને સાથે રાખી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વેક્સિનેશન કેમ્પમાં ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ પટેલ તાલુકા આરોગ્ય અઘિકારી, બી. યુ. વાઘ તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ, ગામના સરપંચ રામસિંગ વસાવા હાજર રહ્યા હતા. અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...