ક્રાઇમ:ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 61 લોકો દંડાયા

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ અને ઉમરપાડા પોલીસે મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકિંગ કરી હેલ્મેટ સીટ બેલ્ટ અને માસ્ક નહીં પહેરનારા 61 જેટલા વાહનચાલકોને ઝડપી લઇ દંડનીય કાર્યવાહી કરી છે.માંગરોળ પોલીસે ઝંખવાવ વાંકલ મોસાલી ચાર રસ્તા વગેરે મુખ્ય માર્ગો ઉપર ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં 10 જેટલા વાહન ચાલકો ને હેલ્મેટ પહેરીયા વિના મુસાફરી કરતા ઝડપી પાડયા હતા. તેઓ ને રૂપિયા 500ના લખે દંડ ફટકાર્યો હતો. જ્યારે માસ્ક નહિ પહેરનારા 6 જેટલા વાહન ચાલકો ને રૂપિયા 1000 લેખે દંડ ફટકાર્યો હતો. પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...