તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઉમરપાડા સ્ટેટ હાઇવે પર સેવલાણમાં 6 વર્ષીય બાળકને પીકઅપ ચાલકે અડફેટે લેતાં મોત

વાંકલ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
સેવલાણ ગામે પીકઅપ ગાડી પલટી મારી ગઇ હતી. - Divya Bhaskar
સેવલાણ ગામે પીકઅપ ગાડી પલટી મારી ગઇ હતી.
 • અકસ્માત બાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પીકઅપ ગાડી પલટી

ઉમરપાડા તાલુકામાંથી પસાર થતાં માંડવી માલધા ફાટા ચવડા સ્ટેટ હાઇવે નંબર 65 ઉપર આવેલા સેવલાણ ગામે પીકઅપ ગાડીના ચાલકે 6 વર્ષીય બાળકને અડફેટે લેતા ઘટનાસ્થળે બાળકનું મોત નિપજયું હતું. સેવલાણ ગામ ગામે રહેતા રાજેન્દ્રભાઈ નાનજીભાઈ વસાવા કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેથી તેઓ પતિ-પત્ની કડિયા કામે ગયા હતા. તેમનો 6 વર્ષીય પુત્ર સુમિત કુમાર ધોરણ 1 માં ભણે છે. બપોરના સમયે પુત્ર ઘરે હતો ત્યારે કુદરતી હાજતે જવા મુખ્ય માર્ગની સાઇડ ઉપર ગયો હતો અને ત્યાંથી પરત ફરી રોડ ક્રોસ કરી રહ્યો હતો.

આ સમયે પીક અપ ગાડી નંબર (M H 39.C 7451) ના ચાલકે ગફલત ભરી રીતે વાહન હંકારી બાળકને અડફેટે લીધો હતો ઇજાગ્રસ્ત બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બાળકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. બીજી તરફ પીક અપ ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઇ હતી, જેમાં ચાલકને ઇજા થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ચાલકનું નામ અબ્દુલ કાદિર અબ્દુલ વહાબ મકરાણી (રહે અકલકુવા મહારાષ્ટ્ર)નો વતની હોવાનું જાણવા મળ્યું હતું. ચાલક વિરુદ્ધ મૃત્યુ પામનાર બાળકના પિતા રાજેન્દ્રભાઈ નાનજીભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકમાં ઉપરોક્ત ગુના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો