તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:માંગરોળના શાહ ગામે ચોરી કરવા આવેલા 5 ઈસમો પકડાયા

વાંકલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના શાહ ગામે આવેલ ગુજરાત મેગા ફૂડ એગ્રો પાર્કમાં રાત્રી દરમિયાન ચોરી કરવા આવેલા પાંચ ઈસમોને પોલીસે ઝડપી લીધા છે. ગુજરાત મેગા ફૂડ એગ્રો પાર્ક કંપનીમાં માય ચોવીસ ફ્રુડ પ્રોડક્શન અને માય યોમી ફ્રુડ પ્રોડક્શન નામના યુનિટ માં રાત્રી દરમિયાન શાહ ગામના પાંચ જેટલા ઈસમો એ ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો. આ સમયે સિક્યુરિટી ઘનશ્યામ શેલડીયાને ચોર ચોરી કરવા આવ્યા હોવાનો અંદાજ આવી જતા તેમણે પીછો કરી એક આરોપી વિનોદ બાબુ વસાવા ને ઝડપી પાડયો હતો. ત્યારબાદ માંગરોળ પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે આરોપીનો કબ્જો લઈ પોલીસ મથકે લઇ ગઇ હતી.

ઉપરોક્ત ચોરી બાબતે યુનિટ ના માલિક બીપીનભાઈ પ્રહલાદભાઈ પટેલ રહે પાલગામ સુરત દ્વારા માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ પકડાયેલા આરોપીની પોલીસે પૂછપરછ કરતા અન્ય આરોપીઓ ગોવિંદ વસાવા, નીતિન વસાવા, સુનિલ વસાવા, રૂકેશ વસાવા, સહિતનાની સંડોવણી બહાર આવતાં પોલીસે તમામ આરોપીને શાહ ગામેથી ઝડપી પાડ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો