માંગરોળ તાલુકાના બોરસદ દેઘડિયા ગામે 35 કરોડના ખર્ચે નિર્માણ થયેલી બોરસદ દેઘડિયા જુથ પાણી પુરવઠા યોજના રટોટી ગામથી માત્ર પાંચ કિલો મીટર દૂર હોવા છતાં ગ્રામજનોને છેલ્લા 12 વર્ષથી પીવાનું શુદ્ધ પાણી નહીં મળતા આખરે સરપંચ દ્વારા જિલ્લા સંકલન સમિતિમાં ફરિયાદ કરવામાં આવી છે.
માંગરોળ તાલુકાના 40 થી વધુ ગામડાઓ માટે રાજ્ય સરકાર દ્વારા બોરસદ દેઘડિયા જુથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ યોજના થી માત્ર પાંચ કિલોમીટર દૂરના અંતરે આવેલ રટોટી ગામના ગ્રામજનોની છેલ્લા 12 વર્ષથી પીવાનું શુદ્ધ પાણી મળ્યું નથી. રટોટી ગામ મા સંપૂર્ણ પણે આદિવાસી પ્રજાજનો વસવાટ કરે છે યોજના હેઠળ ગામમાં પાણી સંગ્રહ કરવા માટે સંમ્પ ટાંકી બનાવવામાં આવી છે. જેમાં આજદિન સુધી પીવાનું શુદ્ધ પાણી આવ્યું નથી.
ભૂતકાળમાં પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓને આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ શુદ્ધ પાણી ગ્રામજનોને આપવામાં આવતું નથી એક તરફ સરકાર પાયાની જરૂરિયાત પીવાના પાણી માટે લાખો અને કરોડો રૂપિયા નો ખર્ચ કરી રહી છે છતાં અધિકારીઓની બેદરકારી ના કારણે પાણી પુરવઠા યોજના ખોરંભે પડી છે ત્યારે વહેલી તકે બોરસદ દેગડીયા યા જૂથ પાણી પુરવઠા યોજના માંથી રટોટી ગામના પ્રજાજનો ને શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તે માટે ગામના સરપંચ પ્રકાશભાઈ ગામીત દ્વારા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાનાર સંકલન સમિતિમાં આ પ્રશ્ન રજૂ કરાયો છે.
વર્ષો પહેલા બનેલી ટાંકીમાં આજ સુધી ટીપું પાણી પડ્યું નથી
રોટોટી ગામના સરપંચ પ્રકાશભાઈ ગામીતે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી રટોટી ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યો છું બાર-તેર વર્ષ પહેલા અમારા રોટોટી ગામને બોરસદ થી દેઘડિયા જૂથ પાણી પુરવઠા યોજના માં આવરી લેવામાં આવી હતી અને પાણીની ટાંકી પણ બનાવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ટાંકીમાં પાણી આવ્યું આ સંદર્ભમાં અમે તપાસ કરતા કેટલાક ગામોમાં બિનઅધિકૃત રીતે પીવાના પાણીની લાઈન માંથી કનેક્શન લેવામાં આવ્યા છે જેમાં અધિકારી વર્ગ ની બેદરકારી છતી થઇ રહી છે જેથી અમારા ગામને પાણી મળ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.