તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડ ગામે ગંજીફાનો જુગાર રમતા 3ને ઝડપી પડાયા

વાંકલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વડ ગામના કરાડીયા ફળિયામાં ગંજીપાનાનો જુગાર રમતા 3 ઇસમો પોલીસની રેડમાં 1,02250 મુદ્દામાલ સાથે ઝડપાયા ગયા હતા. માંગરોળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમારને બાતમી મળી હતી, વડ ગામના કરાડિયા ફળિયામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેથી તેમની સૂચના હેઠળ પોલીસ કોન્સ્ટેબલ અનિલ દિવાનસિંગ, રાજદીપસિંહ જાડેજા, અમૃતભાઈ ધનજીભાઈ વગેરેની ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા 3 ઈસમો ઝડપાઈ ગયા હતા. જેમાં જયંતીભાઈ પ્રવીણભાઈ વસાવા (રહે કેવડી કુંડ ) અમિતભાઈ અરવિંદભાઈ ચૌધરી (રહે કેવડી) હિતેશભાઈ ઉમેશભાઈ ચૌધરી (રહે વડ) ઝડપાઈ ગયા હતા. તેઓ પાસેથી રૂપિયા 2250/રોકડા ગંજીપાના તેમજ 4 નંગ બાઈક કિંમત રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે આ સ્થળ ઉપરથી ભાગી છૂટેલા અશોક નરપત વસાવા (રહે.કેવડી) નવનીત લાલજી વસાવા (રહે કેવડી )અશ્વિન ધનજીભાઈ ચૌધરી (રહે કેવડી) નરેશ કેશવભાઈ ચૌધરી (રહે વડ) સહિત 4 ઇસમો ભાગી જતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...