જાનહાનિ ટળી:સિમેન્ટની ટ્રકના હુડ સાથે વીજ વાયરો ભેરવાતા 3 પોલ ધરાશાયી, ઘટના પહેલાં બાળકો રમતા હતા​​​​​​​

વાંકલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકાના વેલાવી ગામમાં સિમેન્ટ ભરેલી ટ્રક પસાર થતી હતી ત્યારે વીજ વાયરો ટ્રકમાં ભેરવાઈ જતાં 3 વીજ પોલ ધરાશય થતા એક ઘરને નુકસાન થયું હતું. દેડીયાપાડાના ઝાક ગામ તરફથી સિમેન્ટ ભરીને આવી રહેલી ટ્રક વેલાવીમાંથી પસાર થતી હતી ત્યારે નિશાળ ફળિયા નજીક ટ્રકના ઊંચા હુડ સાથે વીજપોલના વીજ વાયરો ભેરવાતા ત્રણ વીજ પોલ જમીનદોસ્ત થયા હતાં. રહેણાક વિસ્તારમાં ઘટના બનતા નટવરભાઈ ધનજીભાઈ વસાવાના ઘર પર 1 વીજપોલ અને વાયરો પડતાં પતરા તૂટી ગયા હતા.

આ ઘટનાના સંદર્ભમાં માજી સરપંચ અમીરભાઈ વસાવાએ જણાવ્યું કે થોડા સમય પહેલા છ સાત બાળકો ફળિયામાં રમતા હતા. પરંતુ ઘટના બનવા પહેલાં બાળકો ઘરે આવી ગયા હતા. સદૃનસીબે મોટી જાનહાની ટળી હતી વધુમાં તેમણે જણાવ્યું કે પીવીસીના કેબલ વાયરો પોલ પર હોવાથી કરંટ લાગવાની શક્યતા ઓછી થઈ હતી નુકસાન કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ વીજ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...