તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:માંગરોળમાં રોડ, શાળાના ઓરડા અને વિકાસ માટે 2 કરોડ મંજૂર

વાંકલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી, મેડિકલ, શિક્ષણ જેવી સુવિધાઓ મળશે

માંગરોળ તાલુકામાં જી.આઇ.પી સી.એલ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતાં ગામોમાં મંત્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસથી રૂ.2 કરોડના વિકાસના કામો કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા મંજૂ૨ કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકામાં નાની નરોલી આતે જી.આઈ.પી.સી.એલ.નો પ્લાન્ટ છે. પ્લાન્ટના કાર્યક્ષેત્ર ગામોમાં જી.આઈ.પી. સી. એલ. નાની નરોલી દ્વારા સંચાલિત દીપ ટ્રસ્ટ કાર્યરત છે. દીપ ટ્રસ્ટ દ્વારા જી.આઈ.પી.સી.એલ., નાનીનરોલીના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં પાયાની સુવિધા જેવી કે રોડ, પાણી, મેડીકલ, શિક્ષણ જેવી સુવિધાઓ માટે વિકાસના કામો મંજૂ૨ કરે છે. આ દીપ ટ્રસ્ટની મીટીંગ તા.24-06-2021 ના રોજ જી.આઈ.પી.સી.એલ નાનીનરોલી ખાતે યોજવામાં આવી હતી. આ મીટીંગમાં ચેરપર્સન મેનેજીંગ ડીરેકટર વત્સલાબેન વાસુદેવા, કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવી, સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા, કલેકટ સુરતના પ્રતિનિધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધી તથા કંપનીના ઉચ્ચ અધિકારી કમ ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા.

જી.આઈ.પી.એલ. નાનીનરોલીના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં રોડ, શાળાના ઓરડાઓ, પશુ-દવાખાનાના શેડ, પીવાના પાણી, શૌચાલય વગેરે 25 કામો માટે અંદાજે રૂા.2 કરોડની કામોની વર્ષ 20221- 22ના આયોજનમાં લઈ મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામો મંજૂર થતાં માંગરોળ તાલુકાના જી.આઈ.પી.સી.એલ પ્લાન્ટના કાર્યક્ષેત્ર આવતા ગામોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને લોકોએ મંત્રી ગણપતસિંહ વસાવા વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...