ચૂંટણી:માંગરોળની 53 પંચાયતોની ચૂંટણીમાં 121 મતદાન બુથ

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાની 53 ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી 2021 માટે તાલુકા મથક માંગરોલ ગામે આવેલ એસ પી એમ હાઈસ્કૂલ ખાતેથી 121 મતદાન બુથ પર દરેક સ્ટાફને મોકલી દેવામાં આવ્યો છે માંગરોલ પી એસ આઈ પરેશ એચ નાયી દ્વારા પોલીસ સ્ટાફ માટે પણ ખુબ સારુ આયોજન કરવામાં આવ્યું હતુ તેમણે તમામ ચુંટણી બુથ ઉપર બંદોબસ્તની વ્યવસ્થા કરી દીધી છે

માંગરોળ તાલુકા ના આરોગ્ય અધિકારી દ્વારા કોરોનાને લગતી દરેક સામગ્રી, કીટ, જે તે બુથ ઉપર મોકલી દેવામાં આવી છે જેમાં દરેક બુથ પર ૪ સેનીટાઇઝર બોટલ ૧૦ ફેસ માસ્ક ૨ પી પી ઈ કીટ સહિત સ્ટાફ ની જરૂરિયાત મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું ઈન્ચાર્જ તાલુકા મામલતદાર કે. એમ. રાણા ના નેતૃત્વ હેઠળ ચૂંટણી પ્રક્રિયાને લગતી તમામ કામગીરી તાલુકા નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર તેમજ તેઓના સ્ટાફ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...