વિરોધ:ફુટવેર પર 12% GST કરાતા વાંકલ, ઝંખવાવ, મોસાલીમાં દુકાનો બંધ

વાંકલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ મોસાલી સહીતના વિવિધ ગામોના બજારોમાં ફૂટવેરના વેપારીઓએ 12 ટકા જી એસ ટી કરવાના વિરોધમાં પોતાની દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે. સરકાર દ્વારા બુટ ચંપલ સહિતની ફૂટવેર આઈટમ પર 5 ટકા જી એસ ટીમાં વધારો કરી 12% જી એસ ટી કરતા ફુટવેરના વેપારીઓ ચિંતિત બન્યા છે. અગાઉ સરકાર દ્વારા પાંચ ટકા જી એસ ટી લેવામાં આવતો હતો, પરંતુ સીધો 12% જીએસટી કરતા ફૂટવેરના વેપારીઓ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

હાલ કારમી મોંઘવારી ચાલી રહી છે અને કોરોના કાળમાં લોકો પિસાઈ રહ્યા છે ત્યારે વેપારીઓએ પણ કઈ રીતે ધંધો કરવો તે એક સવાલ છે આવા સંજોગોમાં સરકાર ફુટવેર નાના વેપારીઓની લાગણી અને માગણી સમજી જીએસટી કર ઓછો કરે તેવી માંગ ઉઠી રહી છે. 12% જી.એસ.ટીના વિરોધમાં વાંકલ ઝંખવાવ માંગરોળ મોસાલી સહિતના ગામોમાં આવેલી ફૂટવેરની દુકાનો સવારથી જ સંપૂર્ણ બંધ રાખી ફુટવેરના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...