તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:વિરપોરની સીમમાં ખેડૂત પાસેથી છલાંગ મારી દીપડો પલાયન થયો

વાલોડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકાના ગામોમાં છેલ્લા બે અઠવાડિયાથી દિપડાએ તરખાટ મચાવ્યો છે. વિરપોર, પેલાડબુહારી ગામમાં રહેણાંક વિસ્તારમાં દિપડો આવી ચઢતાં મરઘાંનો શિકાર કરી ગયો છે. વિરપોર ગામના ખેડૂત મળસકે ખેતર જઈ રહ્યા હતાં ત્યારે દીપડાએ તેમની ગાડી સામે છલાંગ મારી હતી. ત્યારબાદ દીપડો ખેતરાડી વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. ઘટનાથી ખેડૂત અને ગ્રામજનોમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. 

દિપડાઓ બિન્દાસ્ત રહેણાંક વિસ્તારોમાં વિચરણ કરતાં લોકોમાં ડરનો માહોલ
વિરપોર પેલાડબુહારી ગામ બંને પુર્ણા નદીના કિનારે આવેલા ગામ છે. છેલ્લા એક અઠવાડિયાથી દિપડાની દહેશતનો માહોલ છવાયો છે. દીપડો રહેણાંક વિસ્તારમાં આવી મરઘાનો શિકાર કરી જાય છે. જેથી લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો. પગલે ખેડૂત, મજુરવર્ગે ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે. ત્યારે મહિલાઓએ ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. દિપડાઓ બિન્દાસ્ત રહેણાંક વિસ્તારોમાં વિચરણ કરતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. આજરોજ વિરપોર ગામના પટેલ ફળીયામાં રહેતા દિલિપભાઈ હીરાભાઈ ભંડારી  એમનો પુત્ર હેનિલ ભંડારી આજે મળસ્કેનાં સુમારે એમના ખેતરે પાણી ચાલુ કરવા માટે જઈ રહ્યા હતાં. આ દરમિયાન જીઈબીના પાવર સ્ટેશન નજીકના ખેતરમાં પાણી ચાલુ કરીને પરત ફર્યા હતા ત્યારે અને એ સમયે એમની સામેથી  હિંસક દિપડો જોરથી ત્રાડ સાથે એમની ટ્રુ વ્હીલર બાઈકની સામે થી કુદકો લગાવ્યો હતો. જોકે ખેડૂતે હિંમતભેર ગાડી ઉભી રાખી હતી અને સામે કાંંટાની વાડ નજીક એકક્ષણ માટે ફરી વખત દીપડાએ ત્રાડ મારી હતી. બાઈકની લાઈટને કારણે દીપડો  શેરડીના ખેતરમાં પલયાન થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો