ખેતીને નુકસાન:ખેતી વિભાગમાં વીજ પુરવઠો અનિયમિત મળતા રજૂઆત

વાંકલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉમરપાડા કોંગ્રેસ સમિતિના આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે. - Divya Bhaskar
ઉમરપાડા કોંગ્રેસ સમિતિના આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે.
  • ઉમરપાડામાં અનિયમિત વીજના કારણે ખેતીને નુકસાન

ઉમરપાડા તાલુકાના વાડી રાજવાડી ફીડર માં સતત અનિયમિત વીજ પુરવઠો મળતા કોંગ્રેસ આગેવાનોએ વીજ કંપનીના જવાબદાર અધિકારીને લેખિત આવેદનપત્ર આપી વીજ પુરવઠો નિયમિત આપવાની માગ કરી છે. ઉમરપાડા તાલુકામાં ખેતીવાડી વિભાગમાં અનિયમિત વીજ પુરવઠાને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે ખેડૂતોના હિતમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જવાબદાર અધિકારીની રજૂઆત કરી જણાવ્યું કે કમ્પલેન નંબર પર ફોન કરતાં યોગ્ય જવાબ મળતો નથી.

લાઈનમેન ફોન ઉપાડે તો યોગ્ય જવાબ આપતા નથી .જેથી તમામ બાબતોની તપાસ કરાવશો અને AG વીજપુરવઠો સમયસર મળે તેવુ આયોજન કરવામાં આવે તેવી અમારી માંગ છે અને આ માગણી નહીં સંતોષાય તો ખેડૂતો સાથે કોંગ્રેસ સમિતિ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ, જિમ્મી વસાવા, અશોકભાઈ, ધારાસિગ, હિરાલાલ, શેનભાઈ, કરણભાઈ, નગીનભાઈએ ઉપસ્થિતિ રહીે આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...