તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે 711 કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજના અને 50 કરોડના ખર્ચે સૈનિક સ્કુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રુપાણીએ 711 કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કરી આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે તેવી પ્રતિબદ્વતા વ્યક્ત કરી હતી. તેમણે 50 કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કુલનું પણ ઇ-ભુમિપુજન કર્યું હતું. સિંચાઇ યોજના દ્વારા ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના 73 ગામોની 53700 એકર જમીનને સિંચાઇની સવલત મળશે. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની કોવિડ 19ની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરાયું હતું. કાર્યક્રમ સ્થળે પૂરતી માત્રામાં માસ્ક, સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
3700 કરોડના ખર્ચે 10 જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી
સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર આદિવાસી ક્ષેત્રનો સર્વાનોમુખી વિકાસ માટે 3700 કરોડના ખર્ચે 10 જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. જેના દ્વારા આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખુલશે. છેલ્લા બે દાયકાથી પ્રજાના નાણાં પ્રજાહિત માટે વપરાય, લોકહિતાર્થે કામો થાય, ભારતમાતા પરમવૈભવનું શિખર પ્રાપ્ત કરે એ દિશામાં સરકારે સુદ્રઢ શાસન વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે. આધુનિક ટેકનોલોજી અને ટ્રાન્સફરન્સી સાથે લાભાર્થીઓને સીધા ખાતામાં જમા થાય છે. 3 હજાર કરોડ કોરોનાની સારવાર, વરસાદથી થયેલા નુકશાનમાં 3700 કરોડનું પેકેજ ખેડૂતોને આપ્યું છે. આ ઉપરાંત સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કરોડો રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. દ્રઢ સંકલ્પ અને પારદર્શિતા સાથે રાજય સરકાર કાર્ય કરી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજય સરકારે કરી
ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના વિકાસ માટે સરકારના નિર્ણયની પ્રતિબદ્વતા વ્યકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જગતનો તાત ખરાઅર્થમાં તાત બની, સમૃદ્વિ તરફ પ્રયાણ કરે તેવો આશય રાજય સરકારનો રહેલો છે. પાણી એ વિકાસની પ્રાથિમકતા છે. પાણીદાર ગુજરાત બને એ માટે સુજલામ સુફલામ, સૌની યોજના સહિત યોજનાઓ વડે જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજય સરકારે કરી છે.
દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કુલ બનશે
આદિવાસી સમાજનો ઇતિહાસ બલિદાન અને સમર્પણનો રહ્યો છે. દેશની આઝાદી માટે તેમના બલિદાનોને સરકારે કયારેય ભુલશે નહી. આદિવાસીઓ ખડતલ અને મહેનતું છે. આદિવાસી ક્ષેત્રના યુવાનોમાં સમર્પણ અને દેશભાવના કેળવાઇ તેવા આશય સાથે ઉમરપાડા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કુલ બનશે. સૈનિક સ્કુલના વિદ્યાર્થીઓ નેશનલ ડીફેન્સ એકેડમીમાં જોડાઇ અને ગુજરાત રેજીમેન્ટ બને તેવા રાજય સરકારના પ્રયાસો રહેશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કોરોના સંક્રમણને રોકવા સરકારે કરેલા પ્રયાસોને ICMR એ પ્રશંસા કરી
મુખ્યમંત્રીએ ગુજરાત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી, એજયુકેશન ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજ-રાજય-રાષ્ટ્રના નિર્માણમાં અનેક પડકારો ઝીલી યુવાનોને કૌશલ્યબદ્વ સક્ષમ બનાવવા છે. ગુજરાતમાં વિશ્વ સ્તરીની યુનિવર્સીટીઓ બની છે. ગુજરાતમાં 10 યુનિવર્સિટીઓ હતી, હવે 70 યુનિર્વિસટીઓ છે.કોરોનાકાળમાં રાજયની વિકાસયાત્રાને દોહરાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકહિતના કાર્યોને સરકારે કયારેય અટકવા દીધા નથી. છેલ્લા ચાર માસમાં 17 હજાર કરોડના વિકાસકાર્યો અવિરત રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકારે કરેલા પ્રયાસોને ICMR એ પ્રશંસા કરી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.