આત્મહત્યા:પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઘરે પહોંચ્યા બાદ યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવાર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવાર
  • ઉંમરપાડા તાલુકાના ચિતલદા ગામના યુવકે અંતિમ પગલું ભરી લીધું
  • જુવાનજોધ દીકરો ગુમાવતા વસાવા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ

ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે રહેતા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ચિતલદા ગામે રહેતા સ્નેહલભાઈ મનજીભાઇ વસાવા ઉંમર વર્ષ ૨૩ નાઓ એ ગત રાત્રિ દરમિયાન તેમના કાકા ગંભીરભાઈ કાથુડીયાભાઈ વસાવા ના ઘર માં પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

ગામ માં લગ્ન નો પ્રસંગ હતો જેથી મરણ જનાર યુવક તેની માતા કોકીલાબેન અને ઘરના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યાંથી રાત્રે બાર વાગ્યે પરિવાર પરત ફર્યુ હતું સ્નેહલ તેના કાકાના ઘરે સુવા માટે ગયો હતો ત્યારબાદ મળસ્કે ચાર કલાકે આ યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

બીજી તરફ લગ્ન માંથી પરત ઘરે આવેલા શારદાબેન ગંભીરભાઈ વસાવા એ ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ દરવાજો નહીં ખોલતા તેમણે બારી ખોલીને જોતા યુવક સ્નેહલને ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો તેમણે પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી ત્યારબાદ ગામના સરપંચ રાજેશભાઈ સુરેશભાઈ વસાવા એ આ ઘટના અંગે ઉમરપાડા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...