કાર્યવાહી:નસારપુરથી કાર ચોરી કબાડીને વેચવા મહારાષ્ટ્ર ગયેલા 3 ઝબ્બે

વાંકલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝડપાયેલા ત્રણેય નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામેથી કાર ચોરી કબાડીને વેચવા જઇ રહેલા 3ને ઝડપી પડાયા હતા જ્યારે એક ઈસમ ભાગી છુટ્યો હતો ઉમરપાડા ના નસારપુર ગામના સ્ટેશન ફળિયામાં રહેતા દીપકભાઈ મંગળભાઈ ચૌધરીએ તેમની ઇકો કાર (G J -19 -A F 1298 )ખરીદી કરી હતી સાંજે કામકાજ પૂરું કરી કાર તેમણે દુકાનની બાજુમાં પાર્કિંગ કરી હતી અને પરિવાર સાથે સૂઈ ગયા હતા ત્યારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો તેમની કાર ચોરી ગયા હતા

અને ચોરેલી કારને મહારાષ્ટ્રના નાસિક ખાતે કબાડીને પહોંચી ગયા હતા અને કાર કબાડી માં વેચવાની વાતચીત કરી રહ્યા હતા આ સમયે નાસિક પોલીસના એક બાતમીદાર ને આ ઈસમો શંકાસ્પદ જણાતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને કાર વેચવા આવેલા ઈસમોને યેન કેન પ્રકારે વાતચીતમાં નાખી સમય પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ઈસમોને પોલીસ આવે એવી ભનક આવી જતા વાતચીત અધૂરી મૂકી ચાર ઈસમો ત્યાંથી કાર લઇ રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ આવતા પોલીસે આ ઈસમો નો પીછો કર્યો હતો

અને આખરે ગાડી રોકી ત્રણ ઇસમોને સ્થળ પરથી પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એક ઈસમ રાત્રિનો સમય હોવાથી અંધારાનો લાભ લઈ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા ઇસમોની ઓળખ રૂસ્તમભાઈ નગીનભાઈ વસાવા, જશવંતભાઈ રમેશભાઈ વસાવા, અને પિંકલભાઈ શ્રાવણભાઈ પાડવી જ્યારે અન્ય એક ભાગી છુટેલા ઈસમ મોહનભાઈ વસાવા (તમામ રહે.ડેિડયાપાડા, જિ.નર્મદા) જિલ્લો નર્મદા નો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ કાર માલિક દીપકભાઈ ચૌધરી આ ઘટનાની જાણ ઉંમરપાડા પોલીસને કરી હતી જેથી હેઠળ બીટ જમાદાર સતિષભાઈ ધીરુભાઈ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને કાર તેમજ ત્રણે આરોપીઓનો કબજો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...