બેદરકારી:ડ્રાઈવરને ઝોકું આવી જતાં પિકઅપ પલટી, સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતાં થયો અકસ્માત

ઉચ્છલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર જામકી ગામના નજીક એક પીક અપ (MH-AA-6530) ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ શાકભાજી ખાલી કરી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જામકી ગામે હોટલ નજીક ઝડપભેર પસાર થતાં ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતાં ટેમ્પો રોડની સાઈડ પર આવેલા ખેતરમાં ધણો દૂર સુધી ધસડાઈને પલ્ટી મારી ગયેલ હતો. ડ્રાઈવર અને કંડકટરને નાની મોટી ઈજા થઈ હતી. 108 સેવા દ્વારા નજીકના સોનગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...