તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસની મહામારીને પગલે સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ધંધા-રોજગાર બંધ થઇ જવાના કારણે રોજેરોજનું પેટિયું રળતા લોકોની હાલત દયનિય બની જવા પામી હતી. આથી ઓલપાડમાં સેવા સમિતિના નેજા હેઠળ સતત 43 દિવસ ચાલેલા અન્નક્ષેત્ર ભંડારામાં ગામેગામથી લોકોએ રોટલીઓ તેમજ શાકભાજી સહિત અનાજ આપ્યું હતું . જેને લઇ એક મોટું કાર્ય સંપન્ન થઇ પાર પડી શક્યું છે.
દેલાડ દૂધ મંડળી તરફથી 240 લીટર છાશ અને જલારામ ડેરી, ઓલપાડ તરફથી 112 લીટર છાશ વિનામૂલ્યે મળી હતી.
ઓલપાડના ખુંટાઈ માતાજી મંદિર ખાતેના અન્નક્ષેત્ર દ્વારા પરપ્રાંતિય કામદાર મજૂરોને સતત 43 દિવસ સુધી ભોજન પહોંચાડાયું છે. સિધ્ધનાથ નગર સોસાયટીથી શરૂ કરેલી સેવાકીય પ્રવૃત્તિ ગામેગામ થઇ આખા તાલુકામાં વિસ્તરી હતી. આ સમિતિ દ્વારા કુલ એક લાખથી વધુ વ્યકિતઓને અન્નદાન કરાયું છે. છેવાડાથી લઇ કાંઠા વિસ્તારના તમામ ગામડાઓમાંથી લોકોએ સ્વયંભૂ સેવાકીય કાર્યમાં જોડાઈને કુલ બે લાખથી વધુ રોટલીઓ બનાવીને તેમજ શાકભાજી અનાજ સહિતની વસ્તુઓ આપી હતી. મજૂરો, કામદારોને ઘરબેઠા જમાડવાનું અભિયાન બિનરાજકીય રીતે સહકારી આગેવાનોએ ભેગા મળી ઉપાડ્યું હતું. જેમાં એક પછી એક ગામેગામના લોકો જોડાયા હતા. વિવિધ સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ તેમજ સુગર ફેકટરીઓ એ તુવેર દાળ, ખાંડ, તેલના ડબ્બા સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનું દાન આપ્યું હતું. તમામ લોકોના સહયોગ અને સહકારથી તાલુકાના ગામે ગામથી આશરે બે લાખ કરતા પણ વધુ રોટલીનું દાન મળ્યું છે. જેમાં એક લાખ કરતાં વધુ વ્યકિતને ભોજન પીરસવામાં આવ્યું છે. દેલાડ દૂધ મંડળી તરફથી 240 લીટર છાશ અને જલારામ ડેરી, ઓલપાડ તરફથી 112 લીટર છાશ વિનામૂલ્યે મળી હતી. રોજનું પેટિયું રળતા શ્રમિકોની વહારે આવી ઓલપાડ તાલુકાની જનતાએ એક મિશાલ કાયમ કરી છેવાડાથી લઇ કાંઠા વિસ્તારના ગામડાઓમાંથી લોકોએ સ્વયંભૂ સેવાકીય કાર્યમાં જોડાઈને કુલ બે લાખથી વધુ રોટલીઓ બનાવીને ભંડારામાં અપાઈ હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.