તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:મિલમાં કોન્ટ્રાકટ હેઠળના મજૂરોને પોલીસે સમજાવટથી રોક્યા અને બાકી પગાર અપાવ્યો

સોનગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એમપીના 15 મજૂરો પરવાનગી વિના નીકળવાની તૈયારીમાં હતા

સોનગઢ તાલુકાના ગુણસદા ગામે જે કે ગ્રુપની સેન્ટ્રલ પલ્પ મિલના નવા પ્લાન્ટનું હાલ કામ ચાલી રહ્યું છે અને એમાં પરપ્રાંતી શ્રમિકો રોજીરોટી રળતા આવ્યા છે. આવા કેટલાય શ્રમિકો વતન અને કામના સ્થળની વચ્ચે અટવાયા હોય એવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. આ પહેલા મિલના 82 મજૂરોને ટ્રેન દ્વારા વતન મોકલ્યા હતા ત્યારે અન્ય રાજ્યના શ્રમિકો વતન જવા તલપાપડ બન્યા છે. પેપર મિલમાં એમપીએ નામની ખાનગી કોન્ટ્રાકટર કંપની કામ કરે છે. લોકડાઉનની સ્થિતિમાં કંપનીના કર્તાહર્તાઓ દ્વારા મજૂરોને નીકળતા પગાર ન ચુકવતા મજૂરો મુશ્કેલીમાં મુકાયા હતા.

આખરે  મૂળ મધ્યપ્રદેશના વતની એવા 15 મજૂરો પગારના નાણાં વિના હારી થાકીને રવિવારે રાત્રિના પરવાનગી વિના વતન તરફ જવા તૈયારી કરવા માંડયા હતા. આ અંગે સામાજિક કાર્યકર્તા રાઘવભાઈ મકવાણા અને સાથીઓને જાણ થતા એમણે ઉકાઈ પીએસઆઇ સમીર પરમારનો સંપર્ક કર્યો હતો. પીએસઆઇએ તરત મજૂરોની મૂલાકાત લઈ સમજાવટથી કામ લીધું હતું અને પરવાનગી વિના વતન જવામાં મુશ્કેલી પડશે એની સમજ આપી હતી. એમણે કંપનીના સંચાલકોનો સંપર્ક કરી શ્રમિકોના પગારના બાકી નાણાં ચૂકવી આપવા અનુરોધ કર્યો હતો. આખરે કંપનીએ શ્રમિકોના પગારના નાણાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવાની બાહેંધરી આપતા મજૂરો વતન જતા અટકી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો