તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના ગેટ પર ફરજ બજાવતા સીઆઈએસએફના સબ ઈન્સ્પેકટરે કોઈક અગમ્ય કારણોસર મંગળવારે બપોરે પોતાના સાથી મિત્રની રિવોલ્વર લઈ પોતાના માથાના ભાગે બે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.મૂળ પંજાબના રહીશ અને હાલ સીઆઈએસએફ કેમ્પ ઉકાઈમાં રહેતા અશ્વિનીકુમાર સભરવાલ (32) ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે ગેટ પર પોતાની ફરજ બજાવતા હતા. બપોરે 4.30 કલાકના સુમારે એમના સાથી એસઆઈ શશાંક જૈન પોતાની રિવોલ્વર ટેબલ પર મૂકી મોં ધોઈ રહ્યા હતા ત્યારે અશ્વિનકુમારે રિવોલ્વર ઉઠાવી ગેટ નજીક આવેલા બાથરૂમમાં જઈ માથાના ભાગે 2 ગોળી મારી દઈ આપઘાત કરી લીધો હતો. ફાયરનો અવાજ સાંભળી સ્ટાફ બાથરૂમ તરફ દોડી ગયાે હતાે પરંતુ તેઓ બચાવી શકયા ન હતા. સ્થળ પરથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, અશ્વિનીકુમાર છેલ્લા કેટલાક સમયથી મનોરોગથી પીડાતા હતા. જેની દવા વ્યારા ખાતે ચાલતી હતી. વ્યારા ડીવાયએસપી આર એલ માવાણીના જણાવ્યા મુજબ, આ બનાવ અંગે હાલ પૂરતું ઉકાઈ પોલીસ મથક ખાતે અકસ્માત મોત બાબતે નોંધ કરવામાં આવી છે. વધુ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે. હાલ લાશને પીએમ અર્થે સોનગઢ ખાતે ખસેડવામાં આવી હતી.
એફએસએલ ટીમે પુરાવા એકત્ર કર્યા
આ આત્મહત્યાનો બનાવ નોંધાતા જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સીઆઇએસએફના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બનાવ બાદ પોલીસે એફએસએલ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને આ ટીમે સ્થળ પરથી રિવોલ્વરની ગોળી સહિતના પૂરાવાઓ એકત્ર કર્યા હતા.
આત્મહત્યા કરનાર સબ ઇન્સ્પેકટરના લગ્ન 2014 માં થયા હતા અને એક બાળક પણ છે | આ બનાવમાં આત્મહત્યા કરનાર સબ ઇન્સ્પેકટરના 2014 માં લગ્ન થયા હતા અને હાલમાં એમને ત્યાં એક બાળક પણ છે. પતિ એ આત્મહત્યા કરી હોવાની જાણ તેમની પત્ની ને થતા તેઓ સ્થળ પર દોડી આવી હૈયાફાટ રૂદન કર્યું હતું
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.