તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:કર્ણાટકથી આવેલા સોનગઢના 8 જમાતીઓને ક્વોરન્ટાઇન કરાયા

સોનગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોનગઢમાં કર્ણાટક રાજ્યથી આવેલ જમાતીઓની સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી - Divya Bhaskar
સોનગઢમાં કર્ણાટક રાજ્યથી આવેલ જમાતીઓની સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી
 • તમામનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું

સોનગઢ નગરમાં રહેતા કેટલાક મુસ્લિમ જમાતીઓ પોતાના ધર્મના પ્રચાર અર્થે કર્ણાટક રાજ્યના જુદાજુદા શહેરોમાં ગયા હતા અને ગત માર્ચ માસમાં સરકારે કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન જાહેર કરતા એઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. 

તમામ લોકોને આરોગ્ય વિભાગની સીધી નિગરાની હેઠળ 
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ હાલમાં લોકડાઉનનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે ત્યારે સરકારે જે તે રાજ્યમાં ફસાયેલાં લોકો ને વતન પાછા ફરવા મંજૂરી આપી છે. એના આધારે કર્ણાટકમાં ફસેલાં સોનગઢના 08 જેટલા જમાતીઓ એ સરકારી રાહે પરવાનગી મેળવી મંગળવારે રાત્રીના સમયે સોનગઢ આવી પહોંચ્યા હતા. આ જમાતીઓ સોનગઢ ખાતે આવતા જ આરોગ્ય વિભાગના ટીએચઓ ડૉ.દીપક ચૌધરી અને સ્ટાફ દ્વારા તમામ જમાતીઓ નું થર્મલ સ્ક્રિનિંગ કરી એના વડે તપાસ કરવામાં આવી હતી એમાંથી કોઈ શંકાસ્પદ જણાયો ન હતો. હાલ આ તમામ લોકો ને સોનગઢની સરકારી કોલેજમાં તૈયાર કરવામાં આવેલ સરકારી ક્વોરેન્ટાઇનની ફેસિલીટીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ જમાતીઓને આરોગ્ય વિભાગની સીધી નિગરાની હેઠળ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવી રહ્યા છે અને તેમની સંપૂર્ણ આરોગ્ય તપાસ પણ કરવામાં આવી છે. આ જમાતીઓ અહીં 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેશે અને બાદમાં યોગ્ય જણાય તો એમને ઘરે જવા દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો