તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ કોરોના વાઇરસને આખા વિશ્વરને ભરડામાં લીધુ છે. આ મહામારીનો અનેક લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે સોનગઢ તાલુકાના નાની ભૂરવાણ ગામના તબીબ પોતોના સંતાનો વડીલો પાસે મુકીને સુરત હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે. જેને લઇ તબીબ દંપતીના નાના બાળકો પણ મહામારીના સમયે તેમના માતા-પિતાની કર્તવ્ય નિષ્ઠા પર ગર્વ અનુભવી રહ્યા છે.
વાત છે મૂળ સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલ નાનકડાં ગામ એવા નાની ભૂરવાણ ગામના વતની એવા ડૉ.શ્વેતા ગામીત અને તેમના પતિ એવા ડૉ.અમિત ગામીત ની. ડૉ.શ્વેતા ગામીતના પિતા ઠાકોરભાઈ ગામીત નિવૃત સરકારી અધિકારી છે અને તેમના ત્રણ સંતાનો પૈકીની શ્વેતા ગામીત નામની દીકરી ભણવામાં નાનપણથી હોશિયાર હતી. શ્વેતા બહેને પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પિતાના નોકરીના સ્થળ એવા સુરત,ભરૂચ અને વલસાડમાં લીધું હતું અને બાદમાં ગવર્મેન્ટ કોલેજ સુરત ખાતે એમબીબીએસ કર્યા બાદ એમડી પૂર્ણ કર્યા બાદ સુરત સિવિલમાં મેડિસિન વિભાગમાં તબીબી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા આવ્યા છે. એમના લગ્ન મૂળ તાપીના ડોલવણ તાલુકાના પાટી ગામના વતની ડૉ.અમિત ગામીત સાથે થયા છે અને તેઓ પણ સિવિલ હોસ્પિટલમાં જ તબીબી પ્રાધ્યાપક છે. આ ડૉકટર દંપતિ છેલ્લા દોઢેક માસથી કોરોનો વોરિયર્સ તરીકે સિવિલ ખાતે કોરોનો દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે.
એમની માત્ર છ વર્ષની ઉંમર ધરાવતી દીકરી મિશા ગામીત ને સાવચેતીના ભાગરૂપે નાની ભૂરવાણ ગામે એમના દાદા-દાદી પાસે મૂકી આવ્યા છે અને એ ત્યાં ઘણી ખુશ છે પરંતુ મમ્મી-પપ્પા ની યાદ આવતા નર્વસ થઇ જાય છે પરંતુ ઘરની આસપાસ રહેતા બાળકો સાથે ફરી રમતમાં લાગી જાય ત્યારે બધું ભૂલી જતી હોય છે. ડૉ.શ્વેતા ગામિતના માતા-પિતા સાથે વાત કરતા એમણે જણાવ્યું કે આજની સ્થિતિમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે અમારી પુત્રી અને જમાઈ બંને તેમની ખંતથી સારવાર કરે છે ત્યારે અમને પણ ગર્વ ની લાગણી થાય છે.
મમ્માની યાદ આવે તો વીડિયો કોલથી વાત કરી લઉ છું
ડૉકટર દંપતિની દીકરી મિશા ગામીત માત્ર છ વર્ષની છે અને ફર્સ્ટ સ્ટાર્ન્ડ માં સુરત ખાતે ભણે છે. હાલની સ્થિતિ અંગે એની સાથે વાત કરતા એણે જણાવ્યું કે મને સારી રીતે ખબર છે કે મારા મમ્મા વાઇરસના કારણે બીમાર થતા લોકોને સાજા કરવાનું કામ કરી રહ્યા છે. કોરોનો બહુ ડેન્જર છે બટ માય મમ્મા ઇઝ રિયલ કોરોનો વોરિયર છે. મને મમ્માની ઘણી યાદ આવે છે ત્યારે મમ્મા સાથે વિડીયો કોલ પર વાત કરી લઉં છું. મારા કારણે એમની ડ્યુટી ડિસ્ટર્બ ન થાય એ માટે દિવસમાં ફક્ત એક જ વાર હું એમની સાથે ફોન પર વાત કરું છું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.