તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માલેગામ વળાંક પાસે બ્રેક ફેઈલ થતા ટ્રક પલટી ગઇ, પોલીસે અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

સાપુતારા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના તીવ્ર વળાંક પર નાસિકથી અમદાવાદ ડુંગળીનો  જથ્થો ભરી જઇ રહેલી ટ્રકની બ્રેક ફેઈલ થતા ટ્રક માર્ગ સાઇડે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરે નાસિકથી ડુંગળીનો જથ્થો ભરી અમદાવાદ જઇ રહેલી ટ્રક (નં. એમએચ-16-વાય-6519)ની માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના તીવ્ર વળાંક પાસે અચાનક બ્રેક ફેઈલ થતા બેકાબુ બની હતી. બેકાબુ બનેલી ટ્રક માર્ગ સાઇડે આવેલી સંરક્ષણ દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે ટ્રકનો કચ્ચરઘાણ થવા સાથે ડુંગળીનો જથ્થો ખીણમાં વેર વિખેર થતા ખેડૂતને આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થઈ હતી. ટ્રક ચાલક-ક્લીનરને નજીવી ઈજા પહોંચી હતી. જેને 108 દ્વારા સારવાર કરવામાં આવી હતી. ઘટના સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો