તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:સાપુતારામાં વાવાઝોડા સાથે વરસાદ થતા ઘરના છાપરા ઉડ્યા

સાપુતારા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આંબાવાડી, શાકભાજી અને કઠોળ પાકને નુકસાન

ગિરિમથક સાપુતારા સહિત પૂર્વપટ્ટીના મોરઝીરા, ડોન, ચિંચલી વિસ્તારમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાય જતા વાવાઝોડા સાથે તૂટી પડેલા વરસાદથી ઠેર ઠેર વૃક્ષોની ડાળખીઓ તૂટી પડવા સાથે ચિંચલી વિસ્તારમાં ઘરોના છાપરાં ઉડી જતા વ્યાપક નુકસાની થવાની આશંકા સેવાઇ રહી છે.

સાપુતારા ગિરિકન્દ્રા તરફથી ફૂંકાયેલા વાવાઝોડામાં આંબાવાડીને ભારે નુકસાન
મળતી માહિતી મુજબ બુધવારે બપોરે સાપુતારા સહિત તળેટીના માલેગામ, ગલકુંડ, પાંડવા, મોરઝીરા, ડોન, ચિંચલી વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા સાથે તૂટી પડેલા વરસાદથી ઠેર-ઠેર વૃક્ષોની ડાળી તૂટી પડવા સાથે ચિંચલી, નિમપાડા, કરાડીઆંબા ગામે અનેક ઘરોના છાપરાં, નળિયાં ઉડી જઈ તૂટી જતા આદિવાસી પરિવારને આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થઈ હતી. ચિંચલી ગામે યશવંતભાઈ સાબલે અને કરાડીઆંબા ગામે શિવાજીભાઈના ઘરના છાપરાં ઉડી જતા નુકસાન થયું હતું. જ્યારે નિમપાડા ગામે પ્રાથમિક શાળાના છાપરાં ઉડી જતા નુકસાન થયું છે. ગિરિમથક સાપુતારા સહિત સહ્યાદ્રિ પર્વતમાળા પર થઈ વાવાઝોડું ડોન, ચિંચલી થઇ મહારાષ્ટ્ર તરફ ફંટાતા ડાંગના ગારખડી, સુબીર વિસ્તારમાં અમી છાંટણા થતા શીતલહેર વ્યાપી ગઈ હતી. સાપુતારા ગિરિકન્દ્રા તરફથી ફૂંકાયેલા વાવાઝોડામાં આંબાવાડીને ભારે નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો