તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાંગ જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ દર્દી સાજા થઈ કોરોનાને મ્હાત આપતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સોમવારે ત્રીજા દર્દીને રજા આપતા ડાંગ હવે કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. ત્રણેય દર્દી સ્વસ્થ થતા હવે સાત દિવસ માટે ઘરમાં જ હોમ કવોરન્ટાઈન થશે. ડાંગ જિલ્લામાં કોરોનાના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ત્રણેય પોઝિટિવ કેસ સુરતથી આવેલી નર્સ યુવતી હતી. આ ત્રણેય યુવતી સુરતની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી કરતી હતી.
લોકડાઉન દરમિયાન ડાંગ આવ્યા બાદ આ નર્સ યુવતીનાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા વહીવટી તંત્રએ આ તમામને સીએચસી કોવિડ કેર સેન્ટર ખાતે આઇસોલેટ કરવામાં આવી હતી. જ્યારે પોઝિટિવ દર્દીનાં આસપાસનો 3 કિ.મી. ત્રિજ્યાવાળો વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા અને 7 કિ.મી ત્રિજ્યા ધરાવતાં વિસ્તારને બફરઝોન તરીકે જાહેર કરાયા હતા. સદનસીબે હાલમાં આ વિસ્તારોમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા નથી. આ સાથે જ ડાંગ કલેક્ટરની સુચનાથી આરોગ્યની ટીમ દ્વારા સતત ઘરે ઘરે જઇને સરવે કરાતો હતો. આ ત્રણેય દર્દીનાં સારવાર દરમિયાન તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને 14 દિવસ બાદ ડિસ્ચાર્જ કરાયા હતા.
ગતરોજ રવિવારે બીજો કોરોના પોઝિટિવ દર્દી નેહાબેન ગાવીત સ્વસ્થ થઈ જતા તેણીને રજા અપાઈ હતી. આ સાથે સોમવારે આહવાની કોરોના પોઝિટિવ ત્રીજા દર્દી એવા પલ્લવીબેન લાખનને પણ ડિસ્ચાર્જ કરાઇ હતી. આ બે દર્દીની સારવાર શામગહાન સીએચસી કોવિડ કેર સેન્ટર ખાતે ચાલી રહી હતી. ડો. મિલન પટેલ અને ડો.ચિંતન તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સતત 14 દિવસ સુધી આ દર્દીની સારવાર કરાઇ હતી. આ બાબતે ડાંગ કલેક્ટર એન.કે. ડામોરે જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન ત્રણ પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા. આ ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીની વહીવટી તંત્રએ વિશેષ કાળજીની સાથે સારવાર આપતા તેઓનાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને આ ત્રણેય યુવતીને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. જેથી હાલમાં ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.