તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ચલથાણના યુવકના ગળે તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા, લાશ અંત્રોલી નજીકથી મળી, યુવક ‘પાંચ મિનિટમાં આવું છું’ કહી ઘરેથી નીકળ્યો હતો

પલસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જ્યાથી યુવકની લાશ અને મોપેડ મળ્યું તે અંત્રોલી ગામનો ખેતરાડી વિસ્તાર અને મૃતકનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
જ્યાથી યુવકની લાશ અને મોપેડ મળ્યું તે અંત્રોલી ગામનો ખેતરાડી વિસ્તાર અને મૃતકનો ફાઇલ ફોટો.

ચલથાણ ગામે રહેતા 30 વર્ષીય પરણિત યુવાનની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વળે ઘાતકી હત્યા કરી, લાશ અંત્રોલી ગામના સીમના ખેતરાડી વિસ્તારમાં ફેંકી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલિસ સહિત જિલ્લાની વિવિધ એજન્સીઓ તપાસમાં જોતરાઈ હતી. હત્યા અંગે હાલ અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે.

મૂળ મધ્ય પ્રદેશના અને છેલ્લા 35 વર્ષથી પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સ્થાઈ થયેલા સુરેશભાઈ એમ.રાજપૂત તેના પરિવાર સાથે રહે છે. તેમનો દીકરો રણજિત રાજપૂત જે સુરત ખાતે વિવિધ એમ્બ્રોઇડરી ખાતામાં ડિઝાઈનર તરીકે પાર્ટ ટાઈમ નોકરી કરે છે. રાબેતા મુજબ યુવક નોકરી પરથી ગુરુવારે પોતાના ઘરે આવ્યો હતો, અને એક અઠવાડિયા પહેલા નવું લાગેલા સ્માર્ટ ટીવીનું કનેક્શન કરાવવાની કંમ્પ્લેઇન કરવા માટે પોતાનું એક્ટિવા મોપેડ GJ 19 BC 2308 લઈ ચલથાણ બજારમાં ગયો હતો. જે બાદ જમવાનો સમય થયો છતાં ઘરે નહિ આવતા, જેથી તેમની પત્ની કવિતાબેન મોબાઈલ ફોન કરતા 5 મિનિટમાં ઘરે આવું એમ કહ્યું હતું.

પરંતુ નહિ આવતા ત્યાર બાદ તેની માતાએ અવારનવાર જમવા માટે ફોન કરતા ફોન સ્વીચચોફ આવતા ઘર પરિવારે ચલથાણ બજાર સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી હતી. પરિવાર મોડી રાતના સુઈ ગયો હતો. બીજે દિવસે ફરી શોધખોળ કરતા ચલથાણથી દેવધ જતા કાચા રસ્તા પર નહેરની બાજુ માંથી રણજિતની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યા કરાયેલી લોહીલુહાણ હાલતના લાશ મળી આવી હતી, અને તેનું મોપેડ પણ ઘટના સ્થળે જ પડ્યું હતું.

ઘટનાની જાણ થતાં કડોદરા જી.આઈ.ડી.સી પોલિસ પી.આઈ.આનંદ બ્રહ્મભટ્ટ સહિતનો પોલિસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પી.એમ અર્થે મોકલી આપી હતી. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ તપાસમાં જોડાયું હતું. કડોદરા પી.આઈ એ ફોરેન્સીક એક્સપર્ટ અને વિવિધ સ્થળના સી.સી.ટી.વી ભેગા કરી હત્યાનું કારણ જાણવા અને હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હેન્ડસ ફ્રી કાનમાં જ હતા પણ ફોન ગાયબ
રણજિતના હત્યા કરાયેલા મૃત દેહ કાનમાં હેડફોન લગાવેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે પોલિસને રણજીતનો મોબાઈલ મળ્યો નથી. પોલિસે મોબાઈલના સી.ડી.આર ડેટા મેળવી તપાસ હાથધરી છે. રણજિતના લગ્ન પાંચ વર્ષ પહેલા કવિતા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન 4 વર્ષનો સોહમ નામનો દીકરો છે અને 2 વર્ષીય ભાવિકા નામની દીકરી છે.

મોબાઇલના સીડીઆર ડેટા મેળવી તપાસ
હાલ યુવાનની ઓળખ મેળવી પોલિસ અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી મૃત રણજીતના મોબાઈલના સી.ડી.આર. ડેટા મેળવી ફોરેન્સિક અને ડોગસ્કોર્ડની મદદથી તપાસ હાથધરી છે.- આનંદ પી.બ્રહ્મભટ્ટ,પી.આઈ.કડોદરા જી.આઈ.ડી.સી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો