તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાંતીથૈયા ગામે રહેતો યુવાન સવારે મોપેડ લઈ જોળવા ખાતે મિલમાં કામે જઈ રહ્યો હતો. યુવાનના મોપેડને દૂધના ટેન્કરે પાછળથી અડફેટે લેતા યુવાન ટેન્કરના આગળના વ્હિલમાં કચડાઈ જતા મોતને ભેટ્યો હતો. મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના અને હાલ તાંતીથૈયા ખાતે આવેલ અક્ષર પેલેસના મકાન નંબર 104માં રહેતા કૃષ્ણકુમાર કેશવકિશોર શ્રીવાસ્તવ નાઓ જોળવા ખાતે આવેલ ધનુધર મિલમાં નોકરી કરતા હતા. સોમવારના રોજ 9 વાગ્યાના અરસામાં તેઓ રોજ મુજબ પોતાનુ મોપેડ સુઝુકી એક્સેસ (GJ 19 BC 6989) લઈ જોળવા ખાતે જઈ રહ્યા હતા.
તાંતીથૈયા ખાતેના સહયોગ હોટલની સામે સુરતથી બારડોલી તરફની બાજુુુએ જતી વખતે કડોદરા તરફથી પુર ઝડપે આવતી સુમુુુલ દૂધનુંં ટેન્કર (GJ 06 AU 8338) એ મોપેડને ટેન્કરના આગળના વિહલમાં અડફતે લેતા મોપેડ ચાલક કૃષ્ણકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે કૃષ્ણ કુમારના સાળા રજનીશ કુમારે કડોદરા જી.આઇ.ડી.સી.પોલિસ મથકમાં ટેન્કર ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.