તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કડોદરામાં બ્રેકરથી બાથરૂમની દીવાલ તોડતાં કામદાર ઉપર છત પડતાં મોત

પલસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમ્પલેક્સની દુકાનના રિનોવેશન વેળાએ દુર્ઘટના સર્જાઇ

કડોદરા નગરમાં CNG પંપ નજીક આવેલા એક કોમ્પ્લેક્ષમાં દુકાનનું રીનોવેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક કામદાર બાથરૂમની દીવાલ તોડી રહ્યો હતો. જે અરસામાં યુવાનના માથા પર બાથરૂમની છત પડતા ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને તદાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભરી ઇજાના પહેલે કામદાર યુવાનનું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બારડોલી ખાતેના રિયાઝૂલ બોલાલ ખાન (33) નાઓ ગત શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં કડોદરા ખાતેના CNG પંપની પાછળ આવેલ એક કોમ્પ્લેક્ષમાં દુકાનમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી હતી જે વખતે બાથરૂમની દીવાલમાં બ્રેકર વળે ડ્રિલ કરતી વખતે બાથરૂમની છત તૂટી યુવાનના માથામાં પડતા કામદાર યુવાનને માથામાં ગંભીર ઇજા થઇ હતી. યુવાનનો શેઠ ભદ્રેશભાઈ યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું ઘટના અંગે કડોદરા પોલિસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...