તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર જાગ્યું:કરણ ગામે જોખમી નહેરના કાંઠે અંતે દિવાલનું કામ શરૂ

પલસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાઇવેને ક્રોસ કરતી પ્રોટેક્શન વોલ વિનાની નહેરમાં ગત મહિને કાર ખાબકી હતી

કરણ ખાતે હાઈવેને ક્રોસ કરતી ઉકાઈ ડાબા કાંઠાની કેનાલ પર હાઇવેના નવીનીકરણ બાદ બને બાજુએ આડાશ નહિ મુકાતા વાહન ચાલકો નહેરમાં ખાબકતા હતા ગત મહિને મોડી રાત્રીએ એક વૃદ્ધ કારચાલક નહેરના પાણીમાં ખાબક્યો હતો. જોકે સદનસીબેઆબાદ બચાવ થયો હતો. જે ઘટના બાદ ભાસ્કરે આ સમસ્યા બાબતે અહેવાલ પ્રસિદ્ધ કરતા તંત્રએ નોંધ લઈ તત્કાલીક દિવાલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

પલસાણા તાલુકાના કરણ ગામની સિમ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની માઇનોર કેનાલ જે કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસ મથક નજીક ને. હાઇવે 48 ને ક્રોસ કરે છે થોડા સમય અગાઉ હાઇવે ને નવીનીકરણ બને બાજુએ એક ટ્રેક વધારવામાં આવ્યો છે. જ્યાં નહેર પર પુલનું કામ બાકી હોવાથી ત્યાં રોડનું કામ રોકી દેવામાં આવ્યું હતું તો બીજી તરફ કરણની નહેરની બાજુ માંથી સુરતના ડીંડોલીને જોડતો કેનાલ પર બને બાજુએ રોડ બનાવવામાં આવતા આ રોડ પર વાહનોની અવરજવર વધી હતી. નહેરના રોડ પરથી કે હાઇવે પરથી પસાર થતા વાહનોને જો રોડનો ખ્યાલ નહિ આવે તો વાહન સીધું નહેરમાં ખાબકતું હતું. છેલ્લા થોડા દિવસોમાં સંખ્યા બંધ નહેરમાં વાહનો ખાબકતા સમસ્યા બાબતે ભાસ્કરે ફોટા સહિત અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જે બાદ તંત્ર સફાળું જાગતા નહેરની બાજુમાં દિવાલનું કામશરૂ કરવામાં આવતા પ્રજા જનોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો