તપાસ:બગુમરામાં પાંચમા માળેથી પટકાતા પરિણીતાનું મોત, પતિ લેવા ન આવતા પગલુ ભર્યુ હોવાનો આક્ષેપ

પલસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં કોમ્પલેક્ષના ધાબા પરથી પરણીતા નીચે પટકાતા મોતને ભેટી હતી. ઘટના બાદ પરિવારે માનસિક તાણના આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. હલધરું પાટિયા ખાતે શિવ સાંઈ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં ં પિતાના ઘરે રહેતી ખુશ્બૂ ચંદન તિવારી 22 વર્ષીય પરિણીતા પાંચમાં માળેથી નીચે પટકાતા મોતને ભેટી હતી. પરિવારે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું યતું કે વર્ષ પૂર્વે 25/11/2020 ના દિવસે યુવતીના લગ્ન થયેલ ચંદન તિવારી સાથે થયા હતા. જોકે લગ્ન જીવનમાં અણબનાવ બનતા યુવતી વર્ષથી પિયરમાં રહેતી હતી

. લગ્નના 10 દિવસમાં જ પતિ યુવતીને પિયર છોડી ગયો હતો. અઠવાડિયા બાદ 25 નવેમ્બરે લગ્નની પ્રથમ વર્ષગાંઠ હોવા છતા પણ પતિ નહી લઈ જતો હોવાથી, યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાના આક્ષેપો યુવતીના પરિવારે કર્યા હતા. યુવતીની માતા બહાર હતી તે અરસામાં યુવતીએ પાંચમા માળેથી છલાંગ લગાવી હોવાનું પરિવારે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...