તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ફિટિંગ વેળા બોર્ડ વીજતારને અડી ગયું, કરંટ લાગતા યુવકનું મોત

પલસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પલસાણાના વરેલી ગામે દુકાનનું બોર્ડ ફિટ કરાતું હતું

વરેલી ગામે રેડીમેઈડ કપડાંની દુકાનમાં કામ કરતા યુવાન કંપનીના માણસો સાથે દુકાનની બહાર કંપનીના જાહેરાત બોર્ડ લગાવવામાં મદદ કરી રહ્યો હતો. જે અરસામાં બોર્ડ નજીક જતા વીજ વાયરને અડી જતાં યુવાનને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મૂળ રાજસ્થાન જોધપુર જિલ્લાના અને હાલ પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ મધુવન કોમ્પ્લેક્ષમાં રહેતા તગેશ ગોવિંદભાઈ પટેલ નાઓની વરેલી ખાતે સિદ્ધશ્વર કોમ્પ્લેક્ષના પહેલા માળે પટેલ ફેશન નામની રેડીમેઈડ કપડાંની દુકાન આવેલી છે, જેમાં રવિવારના રોજ સવારે 11 વાગ્યા અરસામાં તેઓની દુકાનમાં કંપનીનામાણસો આવતા કંપનીના જાહેરાતનું બોર્ડ દુકાનની બહાર લગાવી રહ્યા હતા.

દુકાનમાં કામ કરતો યુવાન તેજરામ પટેલ (28) દુકાનની બહાર જાહેરાત બોર્ડ નીચેથી ઉપર આપવામાં મદદ કરી રહ્યો હતો. જે અરસામાં જાહેરાતનું બોર્ડ દુકાનની સામેથી જતા ઇલેક્ટ્રિકની લાઇનના વાયરને અડી જતા તેજારામને વીજકરંટ લાગ્યો હતો. જેથી ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...