તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અન્ય પર હુમલો કરતી વેળાએ પોતાને પણ ચપ્પુ વાગ્યું, સારવાર લેવા ગયોને પકડાયો

પલસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બે દિવસ પહેલા કડોદરા વિસ્તારમાં યુવકના ગળા પર ચપ્પુના ઘા મારનાર આરોપીને ઝડપી લેવાયો છે.

ગત મંગળવારના રોજ બપોરના સમયે મૂળ મધ્યપ્રદેશના સિદ્દી જિલ્લાના અને હાલ વલસાડ નજીક ઉમરગામમાં રહેતા સંજયકુમાર રામેશકુમાર ભુજવા (21) વતનમાં તેમના માતા બીમાર હોવાના કારણે તેમજ દિવાળીના તહેવારના કારણે યુવાન બાય રોડપોતાના વતન જતો હતો. તે દરમિયાન કડોદરામાં સંજયકુમારને કોઈક અજાણ્યા ઇસમે પાછળના ભાગેથી આવી ચપ્પુ વડે ગળામાં ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. સંજયકુમાર અને અજાણ્યા ઈસમ સામાન્ય ઝપાઝપી થઈ હતી. જેથી ઇજાગ્રસ્ત સંજય કુમારે બુમાબુમ કરતા ઇજાગ્રસ્ત હાલતમાં જ આરોપી ભાગી છૂટ્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત હાલતમાં કડોદરા ચામુંડા હોટલ નજીક ગયો જે જ્યાં કડોદરા પોલિસ કોન્સ્ટેબલ રમેશભાઈ રબારીની સામે જ યુવાન અર્ધ બેભાન અવસ્થામાં આવી લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જે જોઈ પોલીસ યુવાનને માનવતાની દ્રષ્ટિએ પ્રથમ નજીકની મોદી હોસ્પિટલમાં ખસેડી ત્યાર બાદ ઘટનાની તપાસ હાથધરી હતી.

તપાસ દરમીયાન એએસઆઈ સંજયભાઈને બાતમી મળી જતી કે ‘એક ઈસમ ગળાના ભાગે ચપ્પુ વાગેલ હોઈ જે હાલ સુરત સિવિલ ખાતે સારવાર હેઠળ છે’ . જે બાતમી આધારે કડોદરા પોલિસ ઇન્સ્પેકટર તેમજ સંજયભાઈ શર્મા સહિતની ટીમે સુરત સિવિલમાં ગઈ ઇજા પામનાર યુવાનની પૂછપરછ કરતા ગુન્હાની કબૂલાત કરી હતી. તેમજ કડોદરા પોલીસે આરોપી દેવસિંહ રામકુમાર ચૌધરી (23) (પલસાણા, મૂળ.મધ્ય પ્રદેશ)ના નાઓની વધુ પૂછપરછ કરતા તેમણે તેને લૂંટના ઈરાદાથી સંજય કુમારને ચપ્પુના ઘા માર્યા હતા. તેમજ પ્રતિકાર કરતી વેળાએ તેને પણ ચપ્પુ વાગ્યું હોવાનું કબુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો