તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તાંતીથૈયાથી દારૂનો વોન્ટેડ આરોપી પકડાયો

પલસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પુણા કુંભારીયા નજીકથી પકડાયેલા વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કોડની ટીમે તાંતીથૈયા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. અઢી માસ અગાઉ સુરત શહેરના પુણા કુંભારીયા ગામની સીમમાં ખાડી નજીકથી પુણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે ગુનામાં સંડોવાયેલા આરોપી બીપીન મિશ્રા નામના વ્યક્તિને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો.

અઢી માસથી નાસતો ફરતો હતો. તે દરમિયાન સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળતા આ વોન્ટેડ આરોપી બીપીન માતાપ્રસાદ મિશ્રા (રહે, તાતીથૈયા, જે.પી.રેસિડન્સી, તા-પલસાણા, મૂળ રહે, યુ.પી)ને તાંતીથૈયા ગામની સીમમાં આવેલી દાદુમીલની નજીકથી ઝડપી પાડ્યો હતો. તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો