તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પલસાણામાંથી આંતરરાજ્ય ગાંજા નેટવર્ક ધરાવતો વોન્ટેડ આરોપી બે તમંચા, 13 કારતૂસ સાથે પકડાયો

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કડોદરા પોલીસે પકડેલો આરોપી. - Divya Bhaskar
કડોદરા પોલીસે પકડેલો આરોપી.
  • ઓગસ્ટ 2020માં શેખપુરથી 87 કિલો ગાંજો પકડાયો હતો

કડોદરા પોલીસને મળેલી બાતમી આધારે રવિવારે કામરેજ પોલીસ મથક અને મહારાષ્ટ્રના થાણેથી મળેલા આવેલા ગાંજાના ગુનામાં નાસતા ફરતા આંતરરાજ્ય ગાંજાનું નેટવર્ક ધરાવતો આરોપી કડોદરાથી પકડાયો હતો, જેની અંગજડતી લેતા બે તમંચા અને 13 કારતૂસ મળી આવ્યા હતા.

8 ઓગસ્ટ 2020માં રોજ સુરત જિલ્લા એસ.ઓ.જી અને આર.આર.સેલની સયુંકત કામગીરી હેઠળ કામરેજ પોલીસમાં શેખપુરની સીમમાં હરિદર્શન સોસાયટીના વિભાગ Dમાં મકાન નંબર 16માંથી તેમજ મકાન આંગણે ઉભેલા ટેમ્પો (GJ 05 CT 2970)માંથી 87 કિલોથી વધુ ગાંજો મળી આવ્યો હતો. જે કેસમાં પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને ગુનામાં ટેમ્પો માલિક ઇસીતા સાહા અને તેના પતિ રાજેશ રાવ ઉર્ફે રાજેશ ભાઉને વોન્ટેડ જાહેર કર્યો હતા.

4 માર્ચ 2021માં રોજ થાણે જિલ્લાના મહાત્મા ફૂલેચોક પાસે પોલીસે બાતમી આધારે ક્વોલિસ (MH 04 BK 4067) માંથી 98 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો હતો, જેમાં એક ઝડપાયો હતો. વધુ ત્રણની સંડોવણી બહાર આવતા વોન્ટેડ જાહેર કર્યા હતા. જે પૈકી રાજેશ રાવ ઉર્ફે રાજેશ ભાઉને વોન્ટેડ જાહેર કર્યો હતો. આંતરરાજ્ય ગાંજાનુ નેટવર્ક ધરાવતો રાજેશ રાવ (39) સુરતને કડોદરા GIDCના દીપકભાઈ અને હરીશભાઈને મળેલી બાતમીના આધારે કડોદરા બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડી અંગ ઝડપી લેતા તેની પાસેથી 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

મળી આવેલા બંને તમંચા અને કારતૂસ મિત્રના
આરોપી રાજેશ ભાઉએ કબુલ્યું હતું કે આ બંને તમંચા અને કારતૂસ તેના મિત્ર સુનિલકુમાર ઉર્ફે સોનુકુમાર અશ્વિનકુમાર માલિયા હાલ રહે વેલાંજા કામરેજ સાયણ સુગર રોડ મૂળ જી. ગાંજામ ઓડીસાના છે, જે ગાંજાની હરીફાઈમાં કોઈ સાથે ઝઘડો થાય તેજે જીવનું જોખમ હોય જેના રક્ષણ માટે લીધા હતા. થોડા દિવસ અગાઉ સુરત ખાતે પોલીસની રેડ થતા તે રાજેશને પાસે મૂક્યા હતા, જે કડોદરા બસ સ્ટેન્ડ લેવા આવનાર હતો. આમ કડોદરા પોલીસે સોનુ માલ્યાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...