તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી નિકાલની સમસ્યા યથાવત:કડોદરામાં ગટરીયા પાણીની સમસ્યા અંગે જિલ્લા પંચાયત પ્રમુખની મુલાકાત

પલસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડોદરા સરગમ કોમ્પ્લેક્ષમાં ગટરના પાણીના ભરાવા મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખે મુલાકાત કરી સમસ્યાના નિવારણ માટે અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ સાથે સમીક્ષા કરી હતી. - Divya Bhaskar
કડોદરા સરગમ કોમ્પ્લેક્ષમાં ગટરના પાણીના ભરાવા મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખે મુલાકાત કરી સમસ્યાના નિવારણ માટે અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ સાથે સમીક્ષા કરી હતી.
  • કડોદરા ચલથાણની પાણી નિકાલની સમસ્યા હજુ યથાવત

છેલ્લા કેટલાય વર્ષોથી ચલથાણ અને કડોદરા વચ્ચે માથાના દુખાવા સમાન ગટરીયા પાણીની સમસ્યા ફરી સર્જાયા વહીવટી તંત્ર દોડતું થયું હતું. કડોદરા પાલિકાએ લાખોનો ખર્ચો કર્યો પરંતુ વ્યર્થ ગયો હોવાનું હોવાનું ફલિત થાય છે. ગુરુવારે જિલ્લા પંચાયતના પ્રમુખે કડોદરા નગરમાં આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી કડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવેલા સરગમ કોમ્પ્લેક્ષ અને તેની પાછળ આવેલા 20થી વધુ બિલ્ડિંગના ગટરના પાણીના નિકાલની સમસ્યા દૂર થવાનું નામ લેતું જ નથી. થોડા સમય પહેલા ચલથાણ પંચાયતે ઠરાવ કરી કડોદરા નગરમાંથી ચલથાણ તરફ વહી આવતું ગટરનું પાણી બંધ કરી દેતા પાલિકાએ આ ગટરનું પાણી કડોદરા નગર તરફ નિકાલ કરાવવા માટે બિલ્ડીંગ ધારકો પાસેથી સેફટી ટેન્ક બનાવડાવી પાલિકાએ રાતોરાત નહેરના નીચેથી ભૂંગળા નાખી ભારે જહેમત બાદ ગટરનો પ્રવાહ કડોદરા ચાર રસ્તા તરફ વાળ્યો હતો.

ગણતરીના દિવસોમાં જ ફરી આ જ વિસ્તારમાં ગટરીયા પાણીનો ભરાવો થતા પાલિકાએ કરેલી મહેનત અને રૂપિયા વ્યર્થ ગયા છે. ગુરુવારે સાંજે કડોદરા પાલિકાના આ ગટરીયા પાણીના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પેટલે કરી હતી જ્યાં સ્થાનિકોએ ઉગ્ર રજુઆત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખે પાલિકાના અધિકારી અને પ્રમુખ તેમજ કારીબારી અધ્યક્ષ સાથે સમસ્યાના નિરાકરણની સમીક્ષા કરી હતી.

સમસ્યાનો તત્કાલ નિકાલ નહીં આવે તો રોગચાળો ફાટવાની દહેશત છે
કડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવેલા સરગમ કોમ્પ્લેક્ષનાની બહાર હાલ એક ફૂટ જેટલું ગટરનું પાણી ભરાયેલું છે. ગટરનું પાણી ક્યાંકને ક્યાક ચોક અપ થતા હાલ અહીં પાણીનો ભરાવો થયો છે. જ્યાં ગંદા પાણીનો નિકાલ ત્વરિત નહિ કરવામાં આવે તો આવનારા દિવસોમાં ચોમાસાના વરસાદી પાણીમાં ગટરનું પાણી ભેળવાતા રાગચાળો ફાટવાની દહેશત વર્તાય રહી છે. હાલ કોમ્પ્લેક્ષનું ગટરનું પાણી વરસાદી પાણીના નાળામાંથી પણ બહાર નીકળતું નથી. આવનારા દિવસોમાં ચોમાસાનું પાણી ક્યાંથી જશે એ એક મોટો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે.

બે ત્રણ દિવસમાં સમસ્યાનો નિકાલ આવશે
અમારી કામગીરી ચાલુ છે. ચોમાસાના શરૂઆત પહેલા બે ત્રણ દિવસમાં સમસ્યાનો નિકાલ આવશે. પાણીના કુદરતી વહેણની વિરુદ્ધ દિશામાં પાણીનો નિકાલ કરવાનો હોવાથી થોડી સમસ્યા વર્તાય રહી છે. જેનું નિરાકણ ટૂંક સમયમાં આવતા સમસ્યાની કાયમી નિકાલ આવશે.> અંકુરભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ, નગર પાલિકા કડોદરા

અન્ય સમાચારો પણ છે...