મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે મહાદેવ -2 સોસાયટીમાં 137 માં રહેતા રવિન્દ્રભાઈ મહાડુ વાઘ (55), (મૂળ રહે.પેહેદ્રર પુરા આમલનેર રોડ તાં.પારોલા જી.જલગાવ મહારાષ્ટ્ર)નાઓ તેમની પત્ની પર્મિલાબાઈ પુત્ર પ્રકાશ અને પુત્રવધુ લક્ષ્મી સાથે રહી ધર્મસન્સ મિલમાં નોકરી કરી પોતાનું જીવન ગુજારતા હતા.
છેલ્લા કેટલાક સમયથી રવિન્દ્રભાઈ બેરોજગાર હોવાથી માનસિક તાણ અનુભવતા હતા ગત 17 એપ્રિલમાં રોજ તેઓ ઘરમાં હતા ત્યારે પરિવારના સભ્યો પણ હાજર હતા. રવિન્દ્રભાઇએ એકાએક પોતામાં બેઠક રૂમમાં રૂમમાં ગઈ દીવાલની ખીલી સાથે બાંધેલી કપડાં સૂકવવાની નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટના અંગે મૃતકમાં પુત્ર પ્રકાશ વાઘે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના જાણ કરતા પોલીસે નોંધ લઈ કાર્યવાહી હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.