બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ:મોપેડ સવાર કાકા-ભત્રીજાને બસે ટક્કર મારતા કાકાનું મોત, તાંતીથૈયામાં રાત્રિના સમયે થયો અકસ્માત

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાંતીથૈયાની એક મિલમાં ઇન્ચાર્જ તરીકેની નોકરી કરતો યુવાન તેના ભત્રીજા સાથે મોપેડ લઈ મિલમાંથી મજૂર લેવા માટે કડોદરા ગઈ રહ્યો હતો, જે દરમિયાન તાંતીથૈયાની સીમમાં જ હાઈવે પર અજાણ્યા બસ ચાલકે મોપેડને અડફેટે લેતા કાકાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જોળવા પાટિયા ખાતે વૃંદાવન સોસાયટીમાં રહેતા નિર્ભયસિંહ ઓમપ્રકાશ (ઉ.વ.32 મૂળ સહેજાદપુરા તા/જિ જાલોન ઉત્તર પ્રદેશ) તાંતીથૈયાની માધવ મિલમાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. 15 એપ્રિલે રાતે નિર્ભયસિંહ અને તેનો ભત્રીજો વિવેક મોપેડ GJ 05 FJ 1384 લઈ મિલમાંથી મજૂર લેવા કડોદરા ચાર રસ્તા આવી રહ્યા હતા. દરમિયાન ને. હા. 6ના બારડોલીથી કડોદરા તરફની બાજુએ હોરીઝોન હોટલની સામે અજાણ્યા બસ ચાલકે પાછળથી ટક્કર મારતા કાકા ભત્રીજા રોડ પર પટકાયા હતા.

જેમાં કાકા નિર્ભયસિંહને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમજ ભત્રીજાને સામાન્ય ઈજાઓ થઈ હતી. કાકા નિર્ભયસિંહનું 17 એપ્રિલે સ્મીમેર હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના ભાઈ નેકમિલન ઓમપ્રકાશએ કડોદરા પોલીસમાં અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...