તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કડોદરામાં બાઇક સ્લીપ થતાં 2 યુવકો પટકાયા,એકનું મોત

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પલસાણાની વેન્ટેનસર મિલના કામદારોને અકસ્માત નડ્યો

પલસાણા તાલુકાનાં કડોદરા ગામની સીમમાં સુરતથી બારડોલી તરફ જતાં સર્વિસ રોડ ઉપર બાઇક સ્લીપ થતાં બે મિત્રો પૈકી એકનું મોત નીપજયું હતું. પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે પટેલ પાર્ક માં રહેતા પપ્પુભાઈ કિશોરસિંગ સિંગ (28) કે જે પલસાણા ખાતે આવેલ કાલાઘોડા વેન્ટેનસર મીલમાં પેન્ડિંગ ખાતામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમનો મિત્ર જીતેન્દરસિંગ લખનસિંગ પણ ઉપરોક્ત મીલમાં મજૂરી કામ કરે છે.

ગતરોજ આ બંને યુવાનો સવારના સમયે જીતેન્દરસિંગની સીબીઝેડ મો.સા નંબર (GJ-05-BJ-2009) ઉપર સવાર થઈ મીલમાં કામે ગયા હતા. અને મીલમાંથી છૂટ્યા બાદ રાત્રિના સમયે બંને યુવાનો બાઇક ઉપર કડોદરા ખાતે આવવા નીકળ્યા હતા. અને થોડીવારમાં વરેલી ખાતે પહોંચી જીતેન્દ્રસિંગ તેના માણસને પગારના પૈસા આપવાના હોય તેને ફોન કરી તેની રાહ જોતાં હતા જોકે માણસ પૈસા લેવા ન આવતા તેઓ પરત મોટર સાઇકલ ઉપર ઘરે જઇ રહ્યા હતા.

ત્યારે કડોદરા ગામની સીમમાં સુરતથી બારડોલી તરફ જતાં સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે જીતેન્દરએ બાઇક પૂર ઝડપે હંકારતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં આ બંને યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં જીતેન્દરસિંગનું મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...