• Gujarati News
  • National
  • Two Friends From Palsana Hoisted Flags For More Than 150 Destitute Adults With A Three day Pilgrimage To Dwarka

ધાર્મિક પુણ્ય:પલસાણાના બે મિત્રોએ નિરાધાર 150થી વધુ વયસ્કોને ત્રણ દિવસની દ્વારકાની જાત્રા સાથે ધજા ચઢાવી

પલસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા પિતાને જાત્રા કરાવનાર શ્રવણને યાદ કરાવતા યુવાનો

ભારતીય સંસ્કૃતિમાં દાનપુણ્યનો અનેરો મહિમા છે. તેમાં પણ વળી નિરાધાર વય વૃદ્ધઓને જાત્રા કરવાનું પુણ્ય પ્રાપ્ત કરવુ એ ભાગ્યશાળીના ભાગમાં હોઈ છે. મૂળ પલસાણાના અને હાલ નવસારી સ્થિત વસંતભાઈ પરમાર ઉફે ભીખાભાઇ તેમજ તેના મિત્ર રમેશભાઈ આહીર થોડા વર્ષો અગાઉ દ્વારકા ખાતે દર્શનાર્થે ગયા હતા. જ્યાં દ્વારકાધીશના મંદિર પર અન્યને ધામધૂમથી ધજા ચઢાવતા જોઈ પ્રેરણા લઈ નક્કી કર્યું કે મંદિરમાં દિવસમાં 5 વખત ચઢવવામાં આવતી ધજાનો પુરાણોમાં મહિમા વર્ણવામાં આવ્યો છે. મંદિર પર ધ્વજા ચઢવવા માટે વર્ષો અગાઉ નોંધાવવી પડે છે અને લાખ્ખો રૂપિયા પણ ખર્ચ કરવા પડે છે.

જેથી કેટલાય લોકો આ પુણ્યનો લ્હાવો લઈ શકતા નથી, જેથી બને મિત્રોએ નક્કી કર્યું કે આપણા વિસ્તારમાં રહેતા નિરાધાર વૃદ્ધ વયસ્કોને અહીં દર્શનાથે લાવી આ પુણ્યનો લાભ આપવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે મૂળ પલસાણાના બે મિત્રો વસંતભાઈ અને રમેશભાઈ ગત અઠવાડિયે પલસાણાના આસપાસના 150 વધુ નિરાધાર વૃદ્ધ વયસ્કોએ બે લકઝરી બસ અને 4 ફોર વિલ દ્વારા પલસાણાથી દ્વારકા ખાતે જાત્રાએ લઈ ગયા હતા.

ત્રણ દિવસની આ રહેવા જમવા સાથેની નિઃશુલ્ક જાત્રામાં તમામના વતી ધ્વજા ચઢવવા જરૂરી પૂજાવિધિ કરી સત્ય નારાયણની કથા કરી શોભાયાત્રા કાઢી તમામના હાથે દ્વારકાધીશના મંદિરે ધ્વજા ચઢવવામાં આવી હતી અને દ્વારકામાં વસેલા બે હજારથી વધુ બ્રાહ્મણોને પ્રત્યેક બ્રાહ્મણને બ્રહ્મ ભોજન કરાવી તમામને એક કિલો ખાંડનું દાન કરવામાં આવ્યું હતું. જે બાદ તમામને બેટ દ્વારકાના દર્શન કરાવી ત્રીજા દિવસે પલસાણા પરત લાવ્યા હતા. નિરાધાર વયસ્કો જેઓ જીવનમાં ક્યારેય દ્વારકાધીશના દર્શને ગયા નથી એવા વયસ્કો આ જાત્રાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...