તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનો નાશ:બે વર્ષમાં ઝડપાયેલા બે કરોડનો દારૂ કિકવાડમાં નાશ કરાયો

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલી ડિવિઝનમાં આવેલા બારડોલી, કડોદરા જીઆઈડીસી તેમજ પલસાણા પોલીસ મથક વિસ્તારમાંથી છેલ્લા બે વર્ષમાં વિવિધ જગ્યાએથી ઝડપાયેલા 2 કરોડથી વધુની કિંમતના દારૂને બારડોલી તાલુકામાં આવેલ જૂની કિકવાડ ગામે ખુલ્લી જગ્યામાં પાથરી રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

જ્યાં પોલિસ વિભાગમાંથી ડીવાઈએસપી મુકેશભાઈ ચૌધરી, પલસાણા પીએસઆઈ ચેતન ગઢવી અને કડોદરા પીઆઈ આનંદ ભ્રહ્મભટ્ટ તેમજ કામરેજ સબ મેજિસ્ટ્રેટ કે. જી. વાઘેલા અને જિલ્લાના નશાબંધી શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પલસાણા વિસ્તારથી પકડાયેલો દારૂ: 01-04-2020થી 22-10-2020 સુધી કુલ ગુના 185 નાની મોટી બોટલ તેમજ બિયર મળી કુલ 86,619 જેની કિંમત રૂપિયા 1 કરોડ 26 લાખ 55 હજાર 620
કડોદરા GIDC વિસ્તારથી પકડાયેલો દારૂ:તા 01-05-2018થી 31-10-2020 સુધીના ગુન્હાનો મુદ્દામાલ કુલ બોટલ 63,162 જેની કિંમત રૂપિયા 80 લાખ 83 હજાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો