તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત જિલ્લા એલસીબીની ટીમે પલસાણા તાલુકાનાં માખીંગા ગામની સીમમાં ને.હા.નં-48 પરથી 13 લાખનો દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ બંને શખ્સો ગોવાથી દારૂ આઇસર ટેમ્પોમાં ભરી કડોદરા નીલમ હોટલ નજીક આવી રહ્યા હતા.
જિલ્લા એલસીબી પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે ગોવાથી મોટા પ્રમાણમાં દારૂ આઇસર ટેમ્પો નંબર (MH.46-BF-9116)માં ભરી પલસાણા નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થનાર છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમે માખીંગા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી વર્ણન મુજબનો ટેમ્પો આવતા તેને અટકાવ્યો હતો. ટેમ્પો બેસેલ ચાલક મનોહરસિંગ રાજપૂત તથા ક્લીનર કમલેશકુમાર મીઠુલાલ સાલ્વીને ઝડપી પાડ્યા હતા.
એલસીબીની ટીમે ટેમ્પોની પાછળ બાંધેલી તાડપત્રી હટાવી જોતાં ટેમ્પોમાં 271 બોક્ષમાંથી દારૂની કુલ 3252 બોટલ રૂ. 13,00,800નો મળ્યો હતો. પોલીસે ટેમ્પો, દારૂ, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ 21.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતાં દારૂ ગોવાના પણજી રહેતા રમેશભાઈ આર. એન્ડ. કે. ટ્રાન્સપોર્ટવાળાએ ભરાવ્યો હતો અને કડોદરા નીલમ હોટલ ખાતે પહોંચી સંપર્ક કરવા જણાવ્યુ હતું. પોલીસે દારૂ ભરાવનાર રમેશને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.