તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હાઇવે ઓથોરિટીના લાપરવાહીના કારણે ટ્રક પલટી

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ને.હા 48 પર ચલથાણ ગામની સીમમાં હાઇવેને અમદાવાદથી મુંબઈ તરફની બાજુએ કેટલીક જગ્યાએ નવીનીકરણ કરી 3 લેન માંથી 4 લેન બનાવવામાં આવ્યો હતો. જ્યાં 3 લેન માંથી 4 લેનમાં જ્યાં ફેરવાઈ છે ત્યાં યોગ્ય નિશાની કે દિશાસૂચક નહિ મુકતા અકસ્માતોની વરજાણ સર્જાઈ રહી છે. સોમવારેે હાઇવેની લાપરવાહીનો ભોગ ટ્રક ચાલક બન્યો હતો ટ્રક નંબર (RJ 27 GA 9699) માં ચાલક ટ્રકમાં ઇન્ડસ્ટ્રીયલ પાવડર ભરી ઉદયપુરથી પુના જવા નીકળ્યો હતો. જે દરમિયાન ચલથાણની સિમમાંથી પસાર થતી વેળાએ કલ્યાણજી મહેતા હાઈસ્કૂલની સામે હાઇવે 3 લેનમાંથી 4 લેન થતા યોગ્ય દિશાસૂચક ન દેખાતા ચાલકે ટ્રક રોડની સાઈડના ડિવાઈડર સાથે અથડાવતા ટ્રક પલટી હતી. સદનસીબે અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો