તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હલધરૂ ગામે 4.92 લાખના દારૂની સાથે ત્રણ ઝડપાયા

પલસાણા7 દિવસ પહેલા
 • કૉપી લિંક

પલસાણા તાલુકાના હલધરૂ ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની જાણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને થતા તેઓએ સ્થળ પર જઇ તપાસ કરતા 4.92 લાખના વિદેશી દારૂ સાથે કુલ 9.88 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી 3ને ઝડપી પાડ્યા હતા.

પલસાણા તાલુકાની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલની એક ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે બગુમરા ગામની સીમમાં હલધરૂ રોડ પર આવેલ સુર્યાન્સી ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ મકાન નંબર એ.એસ.3માં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી આધારે પોલીસની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતા કુલ નંગ 3905 જેની કીમત 4,92,260 રૂપીયા તેમજ નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી, મોબાઇલ તેમજ રોકડ 81,500 મળી કુલ 9,88,560 રૂપીયાના મુદ્દામાલ સાથે સ્ટેટ મોનીટરીંગ સુર્યાન્સીમાં રહેતા આદેશ ઉર્ફે ચીંટુ પ્રકાશ મોહોડ તેમજ સુસીલ ઉર્ફે છોટુ સુરેશ વરદે તેમજ શેલેશ ઉર્ફે સૈલી રાજુભાઈ વસાવા રહે તલાવડી બારડોલી જેઓને પોલીસે જડપી પાડ્યા હતા. તેમજ આ ગુનામાં સંડોવાયેલ સંદીપ બલદે રહે રહે સુર્યાન્સી ફ્લેટ હલધરૂ, સલામ રહે ગંગાધરા, કલામ રહે ગંગાધરા, અકીલ રહે ચલથાણ, રાજુ રહે લીબાયત, લાલુ રહે આસપાસ ડીંડોલી, હીતેશ રહે આસપાસ ડીંડોલી તેમજ અનીલ રહે કડોદરા મળી કુલ 12 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો