ભારતીય ચલણી નોટો બનાવવાનું કૌભાંડ:યુવકે ઘરમાં જ કલર પ્રિન્ટર વડે 500ની 398 નકલી નોટ છાપી

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ્તાનમાં સ્ટેશનરીના દુકાનદારનું કારસ્તાન

પલસાણાના દસ્તાન ગામે બનાવતી ભારતીય ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે પોતામાં ઘરે પ્રિન્ટરમાં ડુપ્લીકેટ નોટ બનાવતો હોવાનું પોલિસને બાતમી મળી હતી. જેથી રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો,પલસાણા પોલીસે રેડ કરી બનાવતી ચલણી નોટો સાથે યુવકનીની ધરપકડ કરી હતી.

પલસાણા પોલીસને અંગત રાહે બાતની મળી હતી. દસ્તાન ગામે સોસાયટીમાં રહેતો એક ઈસમ પોતાના ઘરે પ્રિન્ટરમાં ચલણી નોટ છાપી રહ્યો છે, જે આધારે કાફલાએ બાતમીવાળા સ્થળે દરોડા પાડી લક્ષ્મણરામ વરજાગારામ પુરોહીત (39) (મુળ રહે,નેડાતા-સાચોત જી. જાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી 500ના દરની 398 ડુપ્લીકેટ નોટો કબજે કરી હતી. તેમજ નોટ છાપવામાં ઉપયોગમાં લીધેલ પ્રિન્ટર કિંમત 10 હજાર તેમજ કાતર તથા એક મોબાઇલ કબ્જે કરી યુવાનની અટકાયત કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન સ્ટેશનરીનો ધંધો સાથે ઝેરોક્સ કાઢવાનું કામ કર્યું હોય, કોરોનામાં ધંધો પણ ચાલતો ન હોવાથી ડુપ્લીકેટ નોટ છાપવાનો વિચાર આવતા, પ્રિન્ટર લઈ આવીને ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હતું. આર્થિક સંક્રામણમાં ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક કારણમાં જણાવ્યું હતું. હાલ યુવક આ નોટ ક્યાં વટાવવાનો હતો તેમજ કેટલા વખતથી નોટ છાપી રહ્યો છે, તેમજ આ ગુન્હામાં કોઈ અન્યની સંડોવણી છે કે કેમ સહિતની પૂછપરછ શરૂ કરી છે. યુવક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...