આત્મહત્યા:2 મિત્રોને આપેલા 14 લાખ પરત ન આવતાં યુવકે ફિનાઇલ પીધું

પલસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડોદરા નગર ખાતે રહેતા યુવાને બે-ત્રણ વર્ષ અગાઉ વડોદરા ખાતે રહેતા તેના બે મિત્રોને 14 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. પરંતુ આ બંને મિત્રો રૂપિયા પરત આપતા ન હોય જેથી યુવાને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કડોદરાના વિહતનગરમાં રહેતા (મૂળ વડોદરા) અમિતભાઇ નવીનભાઇ લકુમ (ઉં.વ.38) બે-ત્રણ વર્ષ પહેલા તેના મિત્ર મયુર કાંતિભાઇ પટેલ (રહે.છાણી વડોદરા) તથા સરીફ બાબુ મહીડા (રહે.વડોદરા) નાઓને ઉછીના રૂપિયા 14 લાખ આપ્યા હતા.

ત્યારબાદ થોડા સમયબાદ અમિતભાઈએ આ બંને મિત્રો પાસે આપેલ રૂપિયાની માંગણી કરી હતી. જોકે તેમ છતાં આ બંને મિત્રો આ રકમ પરત કરતાં ન હોય જેથી અમિતભાઈ ટેન્શનમાં આવી ગયા હતા અને તેની સાસરીમાં જઇ ફીનાઇલ પી લીધું હતું. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...