• Gujarati News
  • National
  • The Young Man Was Stabbed Twice In The Chest While Telling The Driver To Slow Down The Bike

જીવલેણ હુમલો:અકસ્માત કરનારને બાઇક ધીમે ચલાવવાનું કહેતા યુવકની છાતીમાં છરાના 2 ઘા મરાયા

પલસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડોદરા CNG પંપ પાસેની ઘટનામાં હુમલો કરી ભાગી છુટનારા 3 સામે ફરિયાદ

કડોદરામાં અકસ્માત કરનારી બાઇક પર સવાર યુવકો ટોકતા છરા વડે હુમલો કરાયો હતો.

પલસાણા તાલુકાનાં બગુમરા ગામે રહેતા અશોકભાઇ સુરેન્દ્રભાઈ પ્રસાદ (ઉ.વ.28) રવિવારના બપોરે બાઇક લઈ નોકરી એ જવા નીકળ્યા હતા. પરંતુ લિંબાયત નજીક પહોંચ્યા સિક્યુરિટી ગાર્ડ અશોકભાઈ ને ફોન કરી ને કહ્યું કે આજે રવિવાર છે જેથી કામ ઓછું છે તને નહિ આવશો જેથી તેઓ લીંબાયતથી કેનાલ રોડ પરથી અશોકભાઈ કડોદરા સીએનજી પંપ નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

તે સમયે એક સ્પ્લેન્ડર બાઇકના ચાલકે તેની બાઇક અશોકભાઈની બાઇકમાં પાછળથી અથડાવી દીધી હતી. જેથી અશોકભાઇ અકસ્માત કરનાર અજાણ્યા બાઇકના ચાલકએ આવું રફ કેમ ચલાઓ છો.. “તમારું લાયસન્સ ક્યાં છે ચાલો પોલિસ સ્ટેશન” એમ કહેવા જતાં બાઇક પર સવાર ત્રણ અજાણ્યા શખ્સો પૈકી એક કાળી ટીશર્ટ પહેરેલા એક શખ્સે મોટરસાઈલના પાછળના ભાગે મુકેલ સ્ટીલનો ચપ્પુ કાઢી અશોકભાઈને અપશબ્દો બોલી પેટમાં તેમજ છાતીના ભાગે છરા વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા. અશોકભાઇ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતા.

અન્ય સમાચારો પણ છે...