આપઘાત:જોળવામાં યુવાને નોટ લખી ફાંસો ખાઇ આત્મહત્યા કરી

પલસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણાનાં જોળવા ગામે શ્યામ રેસિડન્સીમાં રહેતા પ્રમોદભાઈ મહાજન (ઉ.વ.45) કેટલાક સમયથી બેરોજગાર હતા. મંગળવારે સાંજે પત્ની આશાબેન સોસાયટીના શિવરાત્રિ કાર્યક્રમમાં ગયા હતા. જે દરમિયાન પ્રમોદભાઈએ અગમ્ય કારણસર પોતાના મકાનમાં પંખાની હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્રોગ્રામમાંથી ઘરે આવતા આશાબેને પતિને આત્મહત્યા કરેલી હાલતમાં જોતા ઘટના અંગે પ્રમોદભાઈની પત્ની આશાબેને જેઠ વિનોદભાઈને જાણ કરી હતી.

વિનોદભાઈ પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રૂમમાં તપાસ કરતાં યુવાનના મૃતદેહ નજીકથી ચબરખીમાં એક સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં હિન્દીમાં લખ્યું હતું કે “મે પ્રમોદ મહાજન હોશો હવાસ મે આત્મહત્યા કર રહા હું ઉસમે કિસીકા દોષ નહીં હે” અને નીચે સહી કરી હતી. પલસાણા પોલીસે સ્યૂસાઇડ નોટ કબ્જે લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી છે.આશાબેન પોલીસ નિવેદનના જણાવ્યું હતું કે પ્રમોદભાઈ બેરોજગાર હતા અને મકાન તેમજ અન્ય લોનના હપ્તા બાકી હોવાના કારણે ટેન્શનમાં રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...