મહિલાઓ વિફરી:નાના બાળકો પાસે દારૂનો ધંધો કરાવાતા પલસાણાના હળપતિવાસની મહિલાઓએ પોલીસને કહ્યું, ‘અડ્ડો બંધ કરાવો નહી તો જનતારેડ’

પલસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆતો બાદ પણ દારૂનો અડ્ડો બંધ ન થતાં રોષ ભભૂક્યો

પલસાણા પાડા ફળિયા હળપતિવાસની મહિલાઓએ પોતાના ફળિયામાં દેશી –વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે પોલીસને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ મહિલાઓ રણચંડી બની હતી અને પલસાણા પોલીસ મથકે પહોંચતા જ પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવા પહોંચી ગઈ હતી.

પલસાણામાં ચાલતો અડ્ડો અને બાજુમાં પોલીસ મથકે પહોંચેલી મહિલાઓ
પલસાણામાં ચાલતો અડ્ડો અને બાજુમાં પોલીસ મથકે પહોંચેલી મહિલાઓ

પલસાણા પાડા ફળિયા હળપતિવાસની મહિલાઓ છેલ્લા લાંબા સમયથી પોતાના ફળિયામાં દારૂ કોઈપણ વ્યક્તિને વેચવા ના દેતી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી હળપતિવાસ તથા આજુબાજુના વિસ્તારમાં સ્થાનિક સિલાબેન હળપતિ તેમજ નવીનભાઈ દ્વારા પૂરજોશમાં દારૂનો ધંધો શરૂ કર્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા પલસાણા પોલીસ મથકે અરજી કરી દારૂની બદી દૂર કરવા જણાવ્યુ હતું. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મહિલાઓ એકસંપ થઈ પલસાણા પોલીસ મથકે પહોંચી હતી. અને પોલીસને ચેતવણી આપી હતી કે જો દારૂનું વેચાણ ફળિયામાંથી દૂર ન થશે તો જાતે જ જનતા રેડ કરીશું.

હું બહાર છું આ અંગે જોવડાવી લઉ છું
હું બહાર છું આ બાબતે હજુ મને કોઈ ફરિયાદ નથી મળી જોવડાવી લઉ છું. રજુઆત અંગે તત્કાલિક અરસથી રજુઆતનો નિકાલ કરવામાં આવશે. -પીએસઆઈ આજરા, ઇન્ચાર્જ

મહિલાઓ પોતાના ફળિયામાં નાના બાળકો મારફતે દારૂનો ધંધો કરાવતી હોવાનો વિડીયો લઈને પોલીસ સ્ટેશને પહોંચી હતી. અને હાજર પોલીસને વિડીયો બતાવ્યો હતો. જેથી પોલીસ દારૂના અડ્ડાઓ ઉપર પહોંચી હતી. આગામી દિવસોમાં જો ફરી આ દારૂના અડ્ડાઓ શરૂ થશે તો મહિલાઓ હળપતિવાસ સહિત ગામના અન્ય ફળિયામાં જઈ જનતા રેડ કરવાનું રોષે ભરાયેલી મહિલાઓએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...