તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નશામાં મહિલાની છેડતી કરનારા ત્રણને માર મારી પોલીસને સોંપાયા

પલસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પલસાણાના તાંતીથૈયાની સોસાયટીમાં બનેલી ઘટના

દારૂના નશામાં કારમાં આવેલા યુવાનો સોસાયટીમાં એક મહિલા પાસે બીભસ્ત માંગણી કરી હતી જોકે સોસાયટીના યુવાનો આ જોઈ તેઓને પકડી મેથી પાક ચખાડ્યો હતો. અને કડોદરા પોલિસને હવાલે કર્યા હતા.મળતી માહિતી અનુસાર પલસાણાના તાંતીથૈયા ખાતે આવેલ ગોકુલધામ સોસાયટીમાં શનિવારના રોજ એક બ્રેઝા કાર નંબર GJ -19 -AF - 6498 કારમાં અમુક ઈસમોં દારૂના નશામાં પાનના ગલ્લા પાસે ઉભા રહીને મસ્તી કરતા હતા તે દરમિયાન પાનના ગલ્લા સામે આવેલ મકાન બહાર મહિલાઓ બેઠી હતી.

તેની સાથે અશ્લીલ મશ્કરી કરી ‘કિતના લેગી 500 યા 1000’ એમ કહેતા ત્યાં ઉભેલા અન્ય એક મનોજ નામના યુવકે તેઓને અટકાવ્યા હતા જોકે દારૂના નશામાં હોવાના કારણે ઈસમો ઉશ્કેરાયને પોતાની કારમાંથી સ્ટીલનો પાઇપ કાઢીને મનોજ નામના યુવકને માર્યો હતો જેથી ત્યાં ઉભેલી મહિલાઓ અટકાવવા જતા તેઓને પણ અભદ્ર ગાળો કાઢીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા દારૂના નશાની ધુતમાં આવેલા યુવાનો તાંતીથૈયાના ગોકુલધામ સોસાયટી માંથી હંગામો કરી ભાગી છૂટ્યા હતા. થોડીવાર બાદ સોસાયટીના યુવાનોએ તેઓનો શોધવા નીકળ્યા હતા

તે દરમિયાન કારમાં આવેલા ઈસમો ચલથાણ ખાતે આવેલ બ્રિજ નજીકના નવા હળપતિ વાસ ખાતે ઉભેલા હતા જેથી તેઓ ઓળખાય જતા ત્યાંથી ઈસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ભાગતી વેળાએ સ્થાનિકોએ તેઓને પકડી પાડી ઢોરમાર માર્યો હતો અને દેખતાની સાથે જ લોકટોળું થી જતા ફરીથી લોકટોળાએ ઈસમોને ઢોરમાર માર્યો હતો. નજીકના પોલીસ મથકમાં જાણ કરતા કડોદરા પોલીસ આવતા બન્ને ઈસમોને પોલીસને હવાલે કર્યા હતા કડોદરા પોલીસે યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોધવાની તજવીજ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો